આરાધ્યાએ અભિષેક માટે લખી આવી પોસ્ટ, જોઈને તમારી આંખોમાં પણ આવી જશે આંસુ

બૉલીવુડ અભિનેતા અભિષેક બચ્ચન આજકાલ ‘મનમર્ઝીયા’ ફિલ્મની શૂટિંગમાં વ્યસ્ત છે. જુનિયર બચ્ચન ફરીથી બોલીવુડમાં 2 વર્ષ પછી દેખાશે. આ દરમિયાન, અભિષેકે સોશ્યિલ મીડિયા પર એક ફોટો શેર કર્યો છે જે તમે જોશો તો તમે ચોક્કસપણે લાગણીશીલ બની જશો.

તાજેતરમાં અભિષેક અને ઐશ્વર્યાએ લગ્નની 11મી વર્ષગાંઠની ઉજવણી કરી હતી. અભિષેક અને ઐશ્વર્યાની પુત્રી આરાધ્યા લાઈમ લાઇટમાં રહે છે, જેમ કે અન્ય તમામ સ્ટાર કિડ્સ રહે છે. મોટેભાગે આ ત્રણેવને કોઈ પાર્ટી અથવા ઈવેન્ટમાં સાથે જોવા મળે છે. એટલું સ્પષ્ટ છે કે અભિષેક અને ઐશ્વર્યા આરાધ્યા સાથે ખાસ બોન્ડ્સ શેર કરે છે.

આ દરમિયાન, અભિષેકે ઈંસ્ટાગ્રામ પર કેપ્શન લખ્યું હતું જે કોઈ બીજા નહીં પરંતુ આરાધ્યાએ તેના પિતા અભિષેક માટે લખ્યું હતું. આ ફોટોમાં નોંધ છે કે જેમાં આરાધ્યાએ ‘આઇ લવ યુ પાપા’ લખ્યું હતું. આ પોસ્ટ સાથે, અભિષેકે લખ્યું, ‘જ્યારે તમે 2 મહિના પછી ઓફિસમાં આવો અને તમારી દીકરી તમારી માટે આવો ખાસ સંદેશો લખ્યો હોય.’

 

જમને જણાવી દઈએ કે અભિષેક આ દિવસોમાં ‘મનમર્ઝીયા’ ફિલ્મની શૂટિંગમાં વ્યસ્ત છે. જેમાં તાપસી પાન્નુ અને વિકી કૌશલ મુખ્ય ભુમિકામાં જોવા મળશે. અનુરાગ કશ્યપ ‘મનમર્ઝીયા’ નું દિગ્દર્શન કરે છે. આ ફિલ્મનું નિર્માણ આણંદ એલ. રાય દ્વારા કરવામાં આવી રહ્યું છે.

સમાચાર મુજબ અભિષેક બચ્ચન ‘મનમર્ઝીયા’ ની શૂટિંગ પતાવીને એક કોમેડી ફિલ્મ બનાવશે. જેને નામ ‘બચ્ચન’ રાખવામાં આવશે. પ્રિયદર્શન આ ફિલ્મનું દિગ્દર્શન કરશે. એવું કહેવાય છે કે ‘બચ્ચન’ ફિલ્મનું શૂટિંગ જૂન 5 થી શરૂ થવાનું છે.

You might also like