આરાધ્યા પણ ભીડથી ટેવાઈ ગઈઃ ઐશ્વર્યા રાય

મુંબઇઃ સ્ટાર્સનાં સંતાનો તેમને જોઈને મોટાં થતાં હોય છે, તેથી તેમના માટે સ્ટારડમ કોઈ નવી વાત હોતી નથી. વળી, અહીં તો વાત થઈ રહી છે બચ્ચન પરિવારની. બોલિવૂડના નંબર વન ગણાતા પરિવારની પુત્રી આરાધ્યા અભિષેક બચ્ચન ત્રણ વર્ષની ઉંમરે પણ સ્ટાર બની ચૂકી છે. ઐશ્વર્યા કહે છે, જે ઘરના કેન્દ્રમાં એક્ટિંગ હોય ત્યાંનાં બાળકો સ્વાભાવિક રીતે જ સ્ટાર બની જાય છે.
મારી પુત્રી આરાધ્યાને પણ હવે લાઇમ લાઇટની આદત પડી ગઈ છે. શરૂઆતમાં અમારા પરિવારે આરાધ્યાને ફિલ્મોની ઝાકઝમાળથી દૂર રાખવાની કોશિશ કરી, પરંતુ ફોટોગ્રાફર્સ તેની તસવીર લેવાનો એક પણ મોકો છોડતા નહોતા. અમે બહાર જતાં હોઈએ ત્યારે, ગાડીમાં હોઈએ કે એરપોર્ટ પર હોઈએ ત્યારે અમે કેમેરામાં કેદ થઈ જતાં. આવા સંજોગોમાં આરાધ્યા માટે આ બધું સાવ સામાન્ય બની ગયું, જોકે તેમ છતાં હું એક માતા છું તો તેને લઈને હંમેશાં રક્ષાત્મક રહીશ.
ઐશ્વર્યાએ ‘દેવદાસ’, ‘રેઇનકોટ’, ‘ધૂમ-ર’, ‘રોબોટ’, ‘ગુઝારિશ’, ‘ઝઝબા’ જેવી અલગ અલગ ઝોનરની ફિલ્મો કરી છે. તે કહે છે, ”હું આભારી છું દર્શકોની અને ફિલ્મકારોની, જેમણે મને હંમેશાં મોકો આપ્યો અને લોકોએ મને સ્વીકારી.” •

You might also like