પંજાબની ચૂંટણીમાં આપ કરી શકે છે દિલ્હીવાળી: અન્ય પક્ષોના સુપડા સાફ

ચંદીગઢ : આમ આદમી પાર્ટી (આપ) દિલ્હી બાદ હવે પંજાબમાં પણ અન્ય પક્ષોના સુપડા સાફ કરી શકે છે. હફપોસ્ટ સી વોટર પોલનાં અનુસાર પંજાબમાં આપની લહેર જોવા મળી રહી છે. પોલનાં અનુસાર એવી સ્થિતી છે કે જો આજે ચૂંટણી યોજાય તો 117 વિધાનસભા સીટોમાંથી 94થી 100 સીટ સુધી જીતી જશે. પોલનાં અનુસાર કોંગ્રેસ અને અકાલીદળ ભાજપ ગઠબંધન લગભગ કોંગ્રેસમાંથી સાફ થઇ શકે છે. હાલની સ્થિતી અનુસાર કોંગ્રેસને જ્યારે 8થી14 સીટ મળી રહી છે ત્યારે ભાજપ અને અકાલીદળનાં ગઠબંધનને માત્ર 6થી 12 જ સીટો મળી રહી છે. Punjab

ફેબ્રુઆરી 2016માં કરવામાં આવેલ આ પોલ સર્વે અનુસાર પંજાબમાં આપની લોકપ્રિયતામાં એકાએક ઉછાળો આવ્યો છે. એપ્રીલ 2015નાં સર્વે અનુસાર 83-89 સીટો મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. એક વર્ષ કરતા પણ ઓછા સમયમાં આ પ્રોજેક્શન 100 સુધી પહોંચી ગયું છે. સીવોટર ફાઉન્ડેશન યશવંત દેશમુખનું કહેવું છે કે તેમાં ચોકવાનું કોઇ કારણ નથી. તેનાં અનુસાર 2013નાં અંત અને 2014ની શરૂઆતમાં જ આપની લોકપ્રિયતામાં ઉછાળો જોવા મળ્યો હતો. આ લોકપ્રિયતા સતત વધી રહી છે.

સર્વે અનુસાર જો સામાન્ય ચૂંટણી થઇ તો આપને 84 ટકા મત્ત મળવાની સંભાવના છે. 2012માં પંજાબમાં યોજાયેલી પંજાબ વિધાનસભા ચૂંટણીમાં શિરોમણી અકાલી દળને 56 સીટ અને કોંગ્રેસને 46 સીટ જ્યારે ભાજપને 12 સીટ મળી હતી. આ સર્વેમાં 76 ટકા લોકોએ સ્વિકાર્યું કે તેઓ સરકારમાં ફેરફાર ઇચ્છે છે. સર્વેમાં અરવિંદ કેજરીવાલની લોકપ્રિયતાનાં શિખરોની દુરદુર સુધી કોઇ જોવા મળતુ નથી. 56 ટકા લોકોનું કહેવું છે કે કેજરીવાલને જ પંજાબના મુખ્યમંત્રીના કેન્ડીડેટ બનાવવા જોઇએ.

You might also like