પાટીદારના પડખે આપ, રાજ્યભરમાં આપના કાર્યકર્તાઓ રોડ પર ઉતર્યા

સુરત: લોકતંત્રમાં કોઈ પણ વ્યક્તિ, સંસ્થા કે વિચારધારાનો શાંતિપૂર્ણ વિરોધ કરવાનો અધિકાર સંવિધાને દેશના દરેક નાગરિકોને આપેલો છે જે અધિકારનું હનન રાજ્યની ભાજપ સરકાર પોતાના રાજકીય લાભ માટે હંમેશા કરતી રહી છે. સરકાર સામે અગાઉ પણ અવાજ ઊંચકનાર પાટીદાર સમાજ પર લાઠીઓ વરસાવી તમામ આંદોલનકારીઓને કેવી રીતે જેલ ભેગા કરી અત્યાચાર કરવામાં આવ્યો હતો તે આપણે જાણીયે છે. સુરતમાં ગઈ કાલે ભાજપના નેતાઓના સમ્માન સમારંભના નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું . જેની સામે પાટીદાર સમાજે પહેલેથી જ ઉગ્ર વિરોધ નોંધાયો હતો.

સરકારને જે પાટીદાર નેતાઓ પર શંકા હતી કે તેવો કાર્યક્રમમાં આવીને વિરોધ નોંધાવશે અને તેમના કાર્યક્રમનો ફિયાસ્કો થશે તેમની પહેલેથી જ ધરપકડ કરી લેવામાં આવી હતી. સુરતમાં પોલીસને મોટી સંખ્યામાં ખડકી કિલ્લામાં પરિવર્તિત કરી નાખવામાં આવ્યું હતું. કાર્યક્રમના સ્થળે, કાર્યક્રમ સ્થળની બહાર અને કાર્યક્રમની આસપાસના સ્થળો પર અમિત શાહ, ભાજપ કે ભાજપના અન્ય નેતાઓનો વિરોધ કરી રહેલા પાટીદાર સમાજના લગભગ 500 જેટલા પ્રદશનકારીઓને ફરી એક વખત લાઠી ચાર્જ કરી, ટીયરગેસ છોડી પોલીસ સ્ટેશનમાં ધકેલી દેવામાં આવ્યા હતા અને ભાજપનો વિરોધ કરવાના ગુનામાં ફરી એક વખત પોલીસ કેસો કરવામાં આવ્યા હતા.

આમ આદમી પાર્ટી દ્વારા ચેતવણી આપવામાં આવી હતી કે જો ભાજપ સરકાર પાટીદાર સમાજના દરેક નિર્દોષ લોકોને આજે સવારે 11 વાગ્યા સુધી જેલ મુક્ત નહિ કરે તો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ તેમને જેલમુક્ત કરવાની માંગ સાથે રસ્તાઓ પર ઉતરશે. ત્યારે આજે આ માંગ સાથે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દવારા રાજ્યમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા.

સુરતના કામરેજ પોલીસ સ્ટેશન કે જેની હદમાં ગઈ કાલનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને જ્યાં આંદોલનકારીઓને પકડી ગત રાત્રે લાવવામાં આવ્યા હતા ત્યાં પાર્ટીના ગુજરાતના પ્રભારી ગુલાબ સિંહ યાદવની આગેવાનીમાં કાર્યકર્તાઓએ સવારથી જ પહોંચીને શાંતિપૂર્ણ વિરોધ નોંધાવ્યો હતો અને તમામ આંદોલનકારીઓને છોડવાની માંગ કરી હતી.

અમદાવાદના ઉસ્માનપુરા સ્થિત સરદાર પટેલના બાવલે સવારે અગ્યાર વાગ્યે પાર્ટીના કાર્યકર્તાઓએ પહોંચીને સરદારની પ્રતિમાને ફૂલ હાર કાર્ય બાદ વિરોધ પ્રદર્શન શરુ કર્યું હતું. હંમેશાની જેમ વિરોધ પ્રદર્શન શરુ થાય તે પહેલાજ પોલીસે આવી તમામ કાર્યકારતોની અટકાયત કરી હતી અને શાહીબાગ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા.

સામાન્ય રીતે વિરોધ કરી રહેલા રાજકીય કાર્યકારતોની અટકાયત કલમ 167 અનુસાર કરવામાં આવતી હોય છે પરંતુ શરૂઆતમાં પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કલમ 188 મુજબ ગુનો નોંધવામાં આવશે અને જામીન લેવા પડશે આ અન્યાય સામે જામીન લેવાનો ઇન્કાર કરી જેલ ભેગા થવાની તૈયારી બતાવતા તમામ કાર્યકર્તાઓ પર કલમ 167 લગાવી તેમને 4 કલાક બાદ મુક્ત કરવામાં આવ્યા હતા.

બરોડાના સયાજીગંજ પોલીસ સ્ટેશનની બહાર વિરોધ કરી રહેલા પાર્ટીના કાર્યકારતોની અટકાયત કરવામાં આવી હતી. જયારે રાજકોટમાં જિલ્લા પંચાયત ચોક ખાતે અને ભાવનગરમાં ડીવાયએસપીની ઓફિસ ખાતે વિરોધ પ્રદર્શનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું .

આમ આદમી પાર્ટી સરકારના અત્યાચારનો સામનો કરી રહેલા પાટીદાર સમાજની સાથે છે આવનારા સમયમાં પણ જો સરકાર દ્વારા સમાજના નિર્દોષ લોકો પર પોતાના રાજકીય લાભ માટે અત્યાચાર કરવામાં આવશે તો આમ આદમી પાર્ટી ઉગ્ર આંદોલન કરતી રહેશે.

You might also like