૨૦૧૭માં આપણે સૌ સાથે મળીને આ તમામ દમનકારીયોને ઘર ભેગા કરીશું: AAP

અમદાવાદ: છેલ્લા ૯ મહિના થી આંદોલન કરી રહેલા પાટીદાર સમાજ દ્વારા આજે જેલ ભરો આંદોલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આંદોલન શાંતિપૂર્ણ રીતે કરવામાં આવશે એવી ખાતરી પાટીદાર નેતાઓ દ્વારા અગાઉ આપવામાં આવી હતી તે જ પ્રમાણે આજરોજ આ આંદોલન ની શરૂઆત કરવામાં આવી હતી પરંતુ પોતાની સામે ઉઠી રહેલો વિરોધનો અવાજ ફરી એક વખત વધુ મજબૂત થાય તે પહેલા અગાઉની જેમ જ સરકાર દ્વારા પોતાના તંત્રનો દુરુપયોગ શરુ થઇ ગયો હતો.

મહેસાણામાં કર્ફ્યૂ, આવતીકાલે PASS દ્વારા ગુજરાત બંધનું એલાન

અગાઉ જેટલી વખત પોતાની સામે અવાજ ઉઠ્યો હોય ત્યારે ત્યારે સરકારે ધારા-૧૪૪ નો દુરુપયોગ કરી કાર્યક્રમો થવા નથી દીધા અથવા જ્યાં કાર્યક્રમો શરુ થયા હોય ત્યાં સરકારી તંત્ર દ્વારા આંદોલન સફળ રીતે પૂરું થાય તેવા પ્રયત્નો તો દુર પરંતુ ઘર્ષણો પેદા થાય તેવી પરિસ્થિતિ તંત્ર ધ્વારા પેદા કરવામાં આવે છે અગાઉ આંદોલન કરી રહેલા પાટીદાર સમાજ પર પોલીસ ધ્વારા દમન ગુજારવામાં આવ્યું હતું, આં સમાજના લોકોને ઘરમાંથી બહાર કાઢીને મારવાના કિસ્સા હોય કે તેમના વાહનોની તોડફોડ કરવામાં આવ્યા હોય તેવા અનેક વિડીયો પણ જાહેર થઇ ચુક્યા છે.

મહેસાણામાં જેલ ભરો આંદોલન બન્યું હિંસક, પોલીસ પર પથ્થરમારો, 20 ટિયરગેસ છોડાયા

ખોટી કલમો લગાડી અનેક આંદોલનકારીઓને જેલ ભેગા કરવામાં આવ્યા છે. આજે ફરી એક વખત પાટીદાર નેતાઓ ઉપર અને આંદોલનકારીઓ ઉપર લાઠી ચાર્જ ,ટીયરગેસ તથા વોટર કેનેન નો મારો ચલાવીને આંદોલનને કચડી નાખવાનો પ્રયાસ તંત્ર ધ્વારા કરવામાં આવ્યો હતો જેના કારણે ફરી એક વખત સમગ્ર રાજ્યમાં અશાંતિની પરિસ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે આ તમામ પ્રયાસો દેખાડે છે કે સરમુખત્યાર ભાજપ સરકાર ને ફક્ત પોતાની સત્તા બચાવવામાં જ રસ છે અને સત્તા બચાવવાં તે કાયમની જેમ કોઈ પણ હદ સુધી જઈ શકે છે.

હાર્દિક પટેલનો વધુ એક લેટર બોમ્બ, મુક્તિને બદલે 27 મુદ્દાને આપ્યું મહત્વ

ગુજરાતનો એક મોટો અને મજબુત સમાજ જયારે રાજ્યભરમાં પોતાની માંગને લઈને આંદોલન કરી રહ્યો છે ત્યારે આજે આનંદી બેન ધ્વારા આ આંદોલન વિષે પૂછતા ઉદ્વતાઈ ભર્યો જવાબ આપવામાં આવ્યો હતો કે” શાનું આંદોલન આ પ્રકારના આંદોલન તો ચાલ્યા કરે ” જે બતાવે છે કે આનંદીબેન પાટીદાર આંદોલન કે પાટીદારો પર થઇ રહેલા દમન પ્રત્યે જરાય ગંભીર નથી અને સરકારના સમાધાનના પ્રયાસ માત્ર દંભ છે.

જેલ ભરો આંદોલનની તસવીરી ઝલક, લદાયો ઇન્ટરનેટ કરફ્યૂ

આમ આદમી પાર્ટી ગુજરાતની જાહેર જનતાને શાંતિ જાળવવાની અપીલ કરે છે. દરેક ગુજરાતી, પછી એ આંદોલનકારી હોય કે ભાજપ-કોંગ્રેસ પીડિત આમ આદમી તમામને અપીલ છે કે સઘર્ષમાં ના ઉતરી ૨૦૧૭ સુધી સંયમ જાળવી રાખે, ૨૦૧૭માં આપણે સૌ સાથે મળીને આ તમામ દમનકારીયોને ઘર ભેગા કરીશું.

You might also like