પંજાબની ચૂંટણી માટે AAPના ઉમેદવારોનું લિસ્ટ જાહેર, ફુલ્કા અને શેરગિલને ટિકીટ

નવી દિલ્હી: પંજાબ વિધાનસભા ચૂંટણી માટે આમ આદમીની પાર્ટી તૈયાર થઇ ગઇ છે. ગુરુવારે પાર્ટીને ચૂંટણી માટે પોતાના ઉમેદવારોનું પહેલું લિસ્ટ જાહેર કરી દીધું છે.

પંજાબ વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના એચએસ ફુલ્કા અને હિંમત શેરગિલને ટિકીટ આપી છે. આ ઉપરાંત હરજોત બેંસ અને રાજકુમારનું નામ પણ લિસ્ટમાં છે. અર્જુન પુરસ્કાર વિજેતા અર્જુન સિંહ ચીમાને પણ પાર્ટીએ ટિકીટ આપી છે.


ફુલ્કાને દાખાથી, શેરગિલને મોહાલીથી, બેંસને સાહનેવાલથી અને બ્રિગેડિયર રાજકુમારને બાલાચોલથી ટિકીટ આપવામાં આવી છે.તો બીજી બાજુ આમ આદમી પાર્ટીએ પ્રચાર માટેની કમાન ભગવંત માનને સોંપી છે. માનને કેમ્પન કમિટીનો ચેરમેન બનાવવામાં આવ્યો છે.

You might also like