ઇન્કમટેક્ષની આમ આદમી પાર્ટીને રૂ.30.67 કરોડની નોટીસ

ન્યૂ દિલ્હીઃ આયકર વિભાગે દિલ્હીનાં સીએમ અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીને રૂ.30.67 કરોડ રૂપિયાનાં ટેક્સની નોટિસ મોકલી છે. આયકર વિભાગે કહ્યું કે પાર્ટીએ 13 કરોડ રૂપિયાની આવક વિશે જાણકારી નથી આપી. વિભાગે પાર્ટીને 6 કરોડ રૂપિયા ડોનેટ કરવાવાળા 462 દેવાદારોની વિસ્તૃત વિગતવારને રાખવા માટે નોટિસ પાઠવી છે.

એક ખાનગી ન્યૂઝ ચેનલ પાસે આ નોટીસની ડિટેઇલ્સ કોપી પણ છે. કે જેમાં તે દરેક ડોનર્સની યાદી છે કે જેમને કુલ મિલાવીને પાર્ટીને 20,000 કરોડ રૂપિયાથી પણ વધારે ડોનેસન્સ આપ્યું. આ નોટીસનાં અનુસાર નાણાંકીય વર્ષ 2014-15 અને 2015-16 દરમ્યાન આમ આદમી પાર્ટીનાં ટેક્સની યોગ્ય કમાણી 66.44 કરોડ રૂપિયા છે અને પાર્ટીએ 13 કરોડ રૂપિયાનાં ડોનેશન વિશે કોઇ પણ પ્રકારની જાણકારી સાર્વજનિક નથી કરેલ.

પાર્ટીને રજૂ કરવામાં આવેલ નોટિસ અનુસાર, પાર્ટી સંપૂર્ણ પ્રક્રિયાને ટાળવાની કોશિશ કરી રહી છે. પાર્ટીને પોતાનો પક્ષ રાખવા માટે અનેક 30થી પણ વધારે મોકા આપવામાં આવ્યા પરંતુ તેઓ કોઇ પણ પ્રકારનો જવાબ આપી ન શક્યા.

આયકર વિભાગની આ નોટીસથી આમ આદમી પાર્ટીને માટે મુશ્કેલી હવે વધારે ઊભી થઇ શકે છે. કેમ કે પાર્ટી પારદર્શિતા અને સ્પષ્ટતાનાં એજન્ડોની સાથે સત્તામાં આવી હતી.

You might also like