‘આપ’ સાંસદ ભગવંત માને ફેસબુક પર લાઇવ કર્યો સંસદનો વીડિયો : વિવાદ

નવી દિલ્હી : આમ આદમી પાર્ટી (આપ)નાં સાંસદ ભગવંત માનને હવે પોતાનું ડાપણ ભારે પડી રહ્યું છે. ભગવંત માને સંસદમાં થઇ રહેલો હોબાળો લાઇવ કરવાનું ભારે ત્યારે પડ્યું જ્યારે તેનાં પર સંસદની સુરક્ષાને નજર અંદાજ કરવાનો આરોપ લાગી રહ્યો છે. જો કે તેમણે આ આરોપોનું ખંડન કર્યું હતું અને પોતાનાં પગલાને યોગ્ય ગણાવ્યું હતું. તેમનું કહેવું છે કે તેઓ હજી વધારે એક આ જ પ્રકારનો વીડિયો પોસ્ટ કરશે.

આ મુદ્દે વિવાદ થયા બાદ ભગવંત માને કહ્યું કે શું મારા વીડિનાં કારણે સંસદની સુરક્ષાને ખતરો પહોંચ્યો ? શું મારા વિડિયોથી સંસદ ખતરામાં આવી ગઇ ? હું કાલે ફરીથી લાઇવ કરશી. હું નોટિસ માટે તૈયાર છું.

ભાજપે માનનાં આ પગલા બાદ આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. ભાજપનાં સાંસદ આર.કે સિંહે કહ્યું કે આ ઘણુ જ બિનજવાબદારી પુર્વકનું કાર્ય છે. તેમણે થોડું મગજ વાપરવું જોઇએ. સંસદ પર પહેલા જ આતંકવાદી હૂમલો થઇ ચુક્યો છે. બીજી તરફ ભાજપનાં નેતા મીનાક્ષી લેખીએ કહ્યું કે તે તપાસનો વિષય છે કે તે માત્ર બેવકુફી ભર્યું પગલું છે કે પછી કોઇ એજન્સીનાં દબાણમાં તે કૃત્ય કરવામાં આવ્યું છે.

બીજી તરફ કોંગ્રેસે પણ માનનાં આ પગલાને અયોગ્ય ગણાવ્યું છે. કોંગ્રેસ નેતા પી. એલ પુનિયાએ કહ્યું કે તેમણે પાર્લામેન્ટની એન્ટ્રીથી માંડીને અંદર સુધીનો જે વીડિયો અપલોડ કર્યો છે તે ઘણો જ વિવાદાસ્પદ છે. આનાં કારણે સુરક્ષાને નુકસાન થઇ શકે છે. મને લાગે છે કે તેણે અણસમજુ રીતે આ કાર્ય કર્યું છે.

અત્રે ઉલ્લેખનીય છેકે, ભગવંત માને પોતાની કારથી સંસદમાં જઇ રહ્યા હતા તો તેણે પોતાનાં મોબાઇલ દ્વારા એન્ટ્રીથી માંડીને પરિસરની અંદર સુધીનો વીડિયો શુટ કર્યો અને ત્યાર બાદ તેને ફેસબુક પર લાઇવ સ્ટ્રીમ કર્યો હતો.

You might also like