લાભના પદ મામલો: આપના ધારાસભ્યોએ હાઇકોર્ટમાંથી અરજી પરત ખેંચી

20 સભ્યોની સભ્યપદ રદ્દ મામલે આમ આદમી પાર્ટી હવે મંગળવારે હાઇકોર્ટમાં એક નવી અરજી દાખલ કરશે. રાષ્ટ્રપતિના નિર્ણય બાદ સ્થિતિ બદલાઇ ગઇ છે. જેને લઇને આપે જૂની અરજી પરત ખેંચી લીધી છે. હવે આપ પક્ષ દ્વારા કાલે અરજી દાખલ કરવામાં આવશે. આપના પૂર્વ ધારાસભ્ય મદન લાલે જણાવ્યું છે કે આજે એક્ટિંગ ચીફ જસ્ટીસ ગીતા મિત્તલ રજા પર હતી.

ધારાસભ્ય હવે આવતી કાલે એટલે કે મંગળવાર અરજી દાખલ કરશે. જો કે આજે જૂની અરજી હજી પણ કોર્ટમાં પેન્ડીંગ છે, તે ડિસ્પોઝ નહી થઇ. અમને કોઇ જલ્દી નથી. જો કે નવી અરજી તૈયાર કરવામાં સમય લાગશે અને વકીલ સાથે પણ આ અંગે પરામર્શ કરવામાં આવશે. મદનલાલે જણાવ્યું કે ચૂંટણી પંચ ખોટો નિર્ણય લેશ તેવી અમને આશા નહોત.

લાભ પદ મામલે ચૂંટણી પંચની ભલામણ વિરુધ્ધ આપના 20 ધારાસભ્યો દ્વારા દિલ્હી હાઇકોર્ટમાં દાખલ અરજી પરત લેવામાં આવી છે. કારણ કે રાષ્ટ્રપતિ દ્વારા ચૂંટણી પંચની ભલામણને મંજૂરી આપી દીધી છે. જેના કારણે આ અરજીનો કોઇ મતલબ નથી. આવામાં ધારાસભ્યોએ આ અરજી પરત લીધી છે. આ અગાઉ જો મૂળ અરજી હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી તેના પર સુનાવણી કરવામાં આવશે. જેના માટે 20 માર્ચની તારીખ નક્કી કરવામાં આવશે.

You might also like