‘અાપ’ સરકારના પ્રધાનના ભાઈ પર છેડતીનો કેસ

નવી દિલ્હી: દિલ્હી સરકારમાં પ્રધાન અને બલ્લી મારાનથી ‘અાપ’ના ધારસભ્ય ઈમરાન હુસેનના ભાઈ પર એક મહિલાએ છેડતી અને ધમકી અાપવાનો અાક્ષેપ કરીને પોલીસમાં ફરિયાદ કરી છે. અા ઘટનામાં પોલીસે એફઅાઈઅાર નોંધી છે. હજુ સુધી અારોપીની ધરપકડ કરાઈ નથી. અા વિસ્તારમાં રહેનારી ૨૬ વર્ષની મહિલાના જણાવ્યા મુજબ તે એક બિલ્ડિંગ બનાવી રહી છે. તેમનું કહેવું છે કે એનસીડીની નોટિસ અાવતાં તે પ્રધાન ઈમરાન હુસેનની ઓફિસ ગઈ હતી. ઈમરાનની ઓફિસ બલ્લી મારાનની ગલી કાસીમ જાનમાં છે.

મહિલાના જણાવ્યા મુજબ ત્યાં મંત્રીના ભાઈ ફુરકાન હુસેન અને તેમનું મિત્ર મોહસીન હાજર હતો. અાક્ષેપ છે કે મહિલાની એમસીડી નોટિસ અંગે સાંભળીને ફુરકાને મદદના બદલે સંબંધ બાંધવાની વાત કરી. મહિલાએ વિરોધ કર્યો તો ફુરકાને તેની છેડતી કરી.

મહિલાએ હોજ કાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી. પોલીસે ફુરકાન વિરુદ્ધ અાઈપીસીની કલમ ૩૫૪, ૫૦૬, અને ૫૦૯ હેઠળ ફરિયાદ દાખલ કરી છે. ફુરકાનના મિત્ર મોહસીન વિરુદ્ધ પણ પોલીસ તપાસ કરશે.

You might also like