આપના ધારાસભ્ય અમાનતુલ્લા ખાનની ધરપકડ, 1 દિવસ માટે મોકલ્યા જેલ

નવી દિલ્હી: દિલ્હી પોલીસે યૌન ઉત્પીડનની બાબતે આમ આધમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લા ખાનને બુધવારે ધરપકડ કરવામાં આવી છે. ત્યારબાદ ખાનને એક દિવસ માટે જેલમાં મોકલવામાં આવ્યા છે.

આ પહેલા અમાનતુલ્લા 18 સપ્ટેમ્બરે સરેન્ડર કરવા માટે જામિયા નગર થાણા પહોંચ્યા હતાં, પરંતુ પોલીસે તેમની ધરપકડ કરી નહતી. રવિવારે દિલ્હી પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે અમાનતુલ્લા જે કંઇ કરી રહ્યા છે તે
પોતાની મરજીથી કરી રહ્યા છે. અમે તપાસ કરીને આગળ વધીશું.

ઓખલાના ધારાસભ્ય અમાનતુલ્લા ખાન પર તેમના સાળાની પત્નીએ જ છેડતીનો આરોપ મૂક્યો હતો અને પોલીસ સ્ટેષશનમાં ફરિયાદ નોંધાવી હતી. અમાનતુલ્લાએ સ્પષ્ટતા કરી હતી કે આરોપ લગાવનારી મહિલા તેમની બહેન
જેવી જ છે. તેમણે ક્હયું હતું કે આ મુદ્દો કોંગ્કેસના ષડયંત્રનું પરિણામ છે.

You might also like