દિલ્હી વિધાનસભામાં EVMનું ભૂત ફરી ધૂણ્યું : છેડછાડ શક્ય હોવાનો આપનો દાવો

નવી દિલ્હી: આજે બોલાવાયેલા દિલ્હી વિધાનસભાના વિશેષ સત્રમાં સૌરભ ભારદ્વાજે ઇવીએમમાં છેડછાડ મામલો ઉઠાવ્યો હતો. તેમણે ડેમો આપતા કહ્યું કે ઇવીએમ મશીનમાં સિક્રેટ કોડથી છેડછાડ થઇ શકે છે. દરેક રાજકીય પાર્ટીના અલગ અલગ સિક્રેટ કોડ્સ હોય છે. હું એક ઇવીએમ જેવું મશીન લઇને આવ્યો છું.

કોઇપણ એન્જિનિયર સિક્રેટ કોડ દ્વારા ઇવીએમમાં છેડાછાડ કરી શકે છે. આખા વિશ્વના દેશોના મશીનો હેક કરી શકાય છે. હું બીજેપીને પડકાર આપુ છું, જો ગુજરાતની ચૂંટણીમાં ઉપયોગ કરાયેલા ઇવીએમ મશીનને 3 કલાક માટે આપો. તમે એક પણ બેઠક પર જીતી નહીં શકો.

તેમનો સાથ આપતા આપના ધારાસભ્ય અલ્કા લાંબાએ પણ EVMમાં છેડછાડનો મુદ્દો ઉઠાવ્યો હતો. અલ્કા લાંબાએ કહ્યું હતું કે ઇવીએમ મશીનમાં થતી છેડછાડ એ એક દુઃખદ ઘટના છે. દિલ્હીની ચૂંટણી વખતે દિલ્હી પાસે ઇવીએમ મશીનો હતા છતા પણ રાજસ્થાનથી જૂના ઇવીએમ મશીનો કેમ મંગાવાયા હતા? જો પેટ્રોલ પણ રિમોટ દ્વારા ચોરી શકાય તો ઇવીએમમાં કેમ છેડછાડ ન થઇ શકે? દેશમાં ઇવીએમથી મોટો ખેલ ખેલાઇ રહ્યો છે. તેના પર શંકા છે તો તેની તપાસ કરવી જરૂરી છે.

You might also like