AAP નો કુમાર પર નથી ‘વિશ્વાસ’, BJP નેતાઓ પર ટીપ્પણી કેમ નહીં?

આમ આદમી પાર્ટીનો આંતરિક વિવાદ શાંત થવાનું નામ જ લેતો નથી. પક્ષનો આંતરિક વિવાદ હવે ખુલીને સામે આવી રહ્યો છે. આમ આદમી પાર્ટી નેતા કુમાર વિશ્વાસ અને દિલીપ પાંડેય વચ્ચે સોશિયલ મીડિયા પર શાબ્દિક યુધ્ધ જોવા મળી રહ્યું છે. દિલ્હીના પૂર્વ પ્રભારી દિલીપ પાંડેયએ કુમાર વિશ્વાસ સામે સવાલ ઉભા કર્યા છે. પાંડયે ટ્વિટર પર નિવેદન આપતા લખ્યું છે કે “ભૈયા, તમે કોંગ્રેસીઓનો ખૂબ ગાળો આપો છો, પણ તમે રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા વિરુધ્ધ કાંઇ નહીં બોલું તેમ કહો છો? એવું કેમ ?

ખરેખર તો કુમાર વિશ્વાસે 10 જૂને રાજસ્થાન યૂનિટના પદાધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં કુમારે જણાવ્યું હતું કે રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં પાર્ટી પોતાના મૂળભૂત સિંદ્ધાતો પર પરત ફરશે. વિશ્વાસે પોતાના પદાધિકારીઓને ભાજપ નેતા અને મુખ્યમંત્રી વસુંધરા રાજે સહિત કોઇ નેતા પર ટીપ્પણી નહી કરવાનો નિર્દેશ કર્યો હતો. આમ ભાજપ નેતાઓ તરફના નરમ વલણ પર પાંડેયે સવાલ ઉભો કર્યો હતો.
http://sambhaavnews.com/

You might also like