Categories: India

આપની જાહેરાતો પાછળ ૧૧ માસમાં રૂ. ૬૦ કરોડનો ખર્ચ

નવી દિલ્હી : અરવિંદ કેજરીવાલ સરકારની ‘આમ આદમી’ વિજ્ઞાપનોથી સરકારી તિજોરીને લગભગ રૂ.૬૦ કરોડનો બોજ પડ્યો છે. તેમાં રાજ્યના બધા જ વિભાગો દ્વારા પ્રિન્ટ,ટેલિવિઝન અને આઉટડોર પબ્લિસિટી  પરના તમામ અભિયાનોનો સમાવેશ થાય છે. જ્યારે દિલ્હી ઈન્ફર્મેશન એન્ડ પબ્લિસિટી  ડિરેક્ટોરેટે પોતાના રૂ.૫૨૬ કરોડના જંગી બજેટમાંથી રૂ.૨૫ કરોડ છૂટા કર્યા છે અને હજુ પણ જે અભિયાનો ચાલે છે અથવા પૂરા થયા છે તેની પાછળ રૂ.૩૫ કરોડનો ખર્ચ થશે.

 

એકલા એકી-બેકી ફોર્મ્યુલા અગાઉ અને તેના અમલ દરમ્યાન જોરશોરથી થયેલા પ્રચાર પાછળ રૂ.૨ કરોડનો ખર્ચ થયો છે. કેજરીવાલે લોકોના સંપર્કમાં રહેવા માટે અને ‘આમ આદમી’ના લખાણોના ફેલાવા માટે પ્રચાર અભિયાનોનો ઉપયોગ કર્યો છે. તેમની સરકારના પ્રથમ ૧૧ મહિનામાં લેફ્ટનન્ટ ગવર્નર નજીબ જંગ અને ભાજપના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર સાથે સત્તાની વહેંચણી માટેના વિખવાદોને લઈને નવા ઉકેલો પૂરા પાડવાની તેમની ક્ષમતા હંમેશા ચકાસણી હેઠળ રહી છે.

 

ચાલુ નાણાકિય વર્ષ પૂરું થવામાં બે મહિના બાકી છે ત્યારે સરકાર તેની સત્તાને એક વર્ષ નિમિત્તે ૧૪મી ફેબ્રુઆરીની આસપાસ ફરી મોટા પાયે જાહેરાતોનો દોર ચલાવશે. આપના એકમાત્ર બજેટમાં જાહેરાત અને પબ્લિસીટી પાછળ રૂ.૫૨૬ કરોડની ફાળવણીને લીધે અન્ય પક્ષોએ રોષ વ્યક્ત કર્યો હતો.  કોંગ્રેસે રાજકીય ગણાતી જાહેરાતો માટે પ્રજાના નાણાંના કહેવાતા ગેરઉપયોગનો આક્ષેપ કરીને હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.

 

આ ૧૧ મહિનામાં આઠથી નવ મેગા અભિયાનો હતા અને આ તમામ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના વ્યક્તિત્વની આસપાસ તૈયાર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત દરેક વિભાગે તેની પોતાની જાહેરાતો પ્રસિધ્ધ કરી હતી. તેમાં આપ દ્વારા ચૂંટણી વખતે વીજળી અને પાણીની સબસિડીના આપેલા વચનના પાલનની, ભ્રષ્ટ અમલદારો વિશે માહિતી આપવા લોકોને ૧૦૩૧ હેલ્પ લાઈનનો ઉપયોગ કરવા કેજરીવાલ કહેતા હોય તેવી જાહેરાતોનો સમાવેશ થાય છે.

Navin Sharma

Recent Posts

Vibrant Gujarat: એક અનોખુ મોડલ, ઘર બેઠા મળશે 50 ટકા સસ્તા ફળ, 10 હજારને મળશે રોજગારી

અમદાવાદમાં રહેનારાઓ માટે આવ્યાં છે ખુશખબર. જો તમે ઓછી કિંમતમાં તાજા ફળ ખાવા ઇચ્છો છો તો તમારી આ ઇચ્છા જલ્દીથી…

7 hours ago

રખિયાલમાંથી બાળકીનું અપહરણઃ આરોપી ગણતરીની મિનિટોમાં પકડાયો

અમદાવાદ: શહેરના રખિયાલ વિસ્તારમાં ગઇ કાલે મોડી રાત્રે બે વર્ષની બાળકીનું અપહરણ કરીને એક પરપ્રાંતીય યુવક ફરાર થઇ જતાં સમગ્ર…

7 hours ago

રાહુલ ગાંધી 15મી ફેબ્રુઆરી આસપાસ ગુજરાત આવે તેવી શક્યતા

અમદાવાદ: કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી આગામી તા.૧પ ફેબ્રુઆરીની આસપાસ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની મુલાકાતે આવે તેવી શકયતા છે. જો…

8 hours ago

આજે અંબાજીનો પ્રાગટ્ય મહોત્સવ: ઘેર ઘેર દીવા પ્રગટાવી વધામણાં

અમદાવાદ: આજે પોષી પૂનમ છે હિંદુ પંચાંગ અનુસાર બાર મહિનાની પૂનમમાં પોષ માસની પૂર્ણિમા વિશેષ મહત્ત્વની છે. સોમવારે કર્ક રાશિનો…

8 hours ago

ભારે ધસારાના પગલે ફ્લાવર શોની મુદત ચાર દિવસ લંબાવાય તેવી શક્યતા

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સાતમા ફ્લાવર શોનું ગત તા.૧૬ જાન્યુઆરીથી આયોજન કરાયું છે. આ વખતે પુખ્તો…

8 hours ago

પીએનબી કૌભાંડના આરોપી મેહુલ ચોકસીએ ભારતીય નાગરિકતા છોડી

નવી દિલ્હી: રૂ.૧૩,પ૦૦ કરોડના પીએનબી કૌભાંડમાં સરકાર માટે માઠા સમાચાર છે. આ કૌભાંડના મુખ્ય આરોપી મેહુલ ચોકસીએ ભારતીય નાગરિકતા છોડી…

8 hours ago