આમિરની પત્નીનું નકલી એકાઉન્ટ બનાવવા પર FIR

મુંબઇ: બોલીવુડ અભિનેતા આમિર ખાનની પત્ની અને ડાયરેક્ટર કિરણ રાવએ સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. કિરણનું કહેવું છે કે કોઇક એ ફેસબુકમાં તેના નામનું નકલી એકાઉન્ટ બનાવ્યું છે અને તે વ્યક્તિ તે એકાઉન્ટનો ઉપયોગ કરીને તેના પરિવારના લોકો અને મિત્રો સાથે ચેટ કરી રહ્યો છે.

બાંદ્રા કુર્લા કોમપ્લેક્સ સ્થિત સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં કિરણએ તે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરાઇ છે, જે તેના નામનો ઉપયોગ કરીને નકલી એકાઉન્ટથી તેના મિત્રો સાથે ચેટ કરી રહ્યા છે.

આ બબાતને સેન્સિટિવ જણાવતા એડિશનલ કમિશનર કેએમએમ પ્રસન્નાએ અન્ય કોઇ માહિતી આપવા માટે સ્પષ્ટ ના પાડી દીધી છે. આ બાબતે કિરણે હજુ સુધી કોઇ વાત કરી નથી.

You might also like