આવી રહ્યું છે આમિર ખાનની બુહપ્રતિક્ષિત ફિલ્મ ‘દંગલ’નું ટ્રેલર, કરશે બધાની બોલતી બંધ

કુસ્તી પર આધારિત સલમાન ખાનની ‘સુલ્તાન’ અને આમિર ખાનની આગામી ફિલ્મ પણ કુસ્તી પર આધારી છે, જેમાં આમિર ખાન રેસલરની ભૂમિકામાં જોવા મળશે. સુલ્તાને બોક્સ ઓફિસ પર ઘણા રેકોર્ડ બ્રેક કર્યા અને ઘણા નવા બનાવ્યા. હવે જોવાનું રહેશે કે શું આમિરની દંગલ પણ એવું કરી શકશે કે કેમ. આમ પણ દંગલને લઈને ફિલ્મના નિર્માતાઓમાં ક્યાંકને ક્યાંક ગભરાટ દેખાઈ રહ્યો છે કે આ ફિલ્મનું શું થશે.

હકીકતમાં અભિનેતા આમિર ખાન વિરુદ્ધ દેશભરમાં આક્રોશ છે અને જ્યારે દેશભક્તિની વાત આવે છે ત્યારે સમગ્ર દેશ એક થયેલો જોવા મળે છે. એનું તાજું ઉદાહરણ શાહરુખ ખાનની ફિલ્મ ફેન તો છે, સાથે સાથે ઉરી હુમલા બાદ પાકિસ્તાન વિરુદ્ધ ફાટી નીકળેલો જુવાળ પાકિસ્તાની કલાકારો અને તેઓની ભારતીય ફિલ્મો પર અસર કરી રહ્યો છે.

આમિરે ખાને અસહિષ્ણુતા મામલે કરેલી ટિપ્પણી હજી પણ લોકોના મનમાં ક્યાંકને ક્યાંક છે ત્યારે જોવાનું રહેશે કે તેની ફિલ્મ પર એની કેટલી અસર થાય છે. બોલિવુડના સ્ટાર્સની સફળતાની સીડી દર્શકોની પસંદ નાપસંદ પર આધારિત છે. આ વાતને શાહરૂખ સારી રીતે જાણી ચૂક્યો છે.

You might also like