તસ્લીમાએ મમતાને ચિદંબરમ પાસેથી શિખવાની આપી સલાહ : પ્રતિબંધ હટાવવા માંગ

નવી દિલ્હી : ભારતમાં રહી રહેલી બાંગ્લાદેશી લેખીકા તસ્લીમા નસરીને પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીને સલમાન રશ્દીનાં પુસ્તક સેટેનિક વર્સેજ પર પ્રતિબંધને અયોગ્ય ઠેરવનારા પૂર્વ નાણા મંત્રી પી.ચિદંબરમ પાસેથી કાંઇક શિખવાની સલાહ આપી છે. નસરીએ કહ્યું કે મમતાએ પશ્ચિમ બંગાળમાં તેનાં ટીવી ડ્રામાં સીરીઝ પર પ્રતિબંધને ખોટો ઠેરવીને તેનાં પરથી પ્રતિબંધ હટાવી દેવો જોઇએ. તસ્લીમાએ કહ્યું કે જો તે આમીર ખાનની જગ્યાએ હોત તો તે ક્યારે સપનામાં પણ ભારત છોડવા અંગે વિચારત નહી.
અત્રે ઉલ્લેખનીય છે કે યૂપીએ સરકારમાં નાણા મંત્રી રહેલા પી.ચિદમ્બરમે શનિવારે દિલ્હીમાં ચાલી રહેલા ટાઇમ્સ લિટફેસ્ટમાં કહ્યું હતું કે સલમાન રશ્દીનાં પુસ્તક સેટેનિક વર્સેજ પર પ્રતિબંધ લગાવીને તત્કાલીન રાજીવ ગાંધી સરકારે મોટી ભુલ કરી હતી.
તસ્લીમાએ ટ્વિટ કરીને પોતાનાં પુસ્તક દ્વિકંડીતો પર લગાવાયેલા પ્રતિબંધ અંગે પણ સવાલ ઉઠાવ્યા હતા. તેમણે લખ્યું કે પી.ચિદંબરમે કહ્યું કે સેટેનિક વર્સેજ પર પ્રતિબંધ ખોટો હતો. બુદ્ધદેવ ભટ્ટાચાર એવું ક્યારે કહેશે કે મારા પુસ્તક દ્વિખંડિતો પર પણ લગાવાયેલો પ્રતિબંધ ખોટો છે ? પશ્ચિમ બંગાળનાં તત્કાલીન વામ મોર્ચા સરકારનાં મુખ્યમંત્રી બુદ્ધદેવનાં કાર્યકાળમાં આ પુસ્તક પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. જે હજી પણ યથાવત્ત છે.

You might also like