સંજય દત્તની બાયોપિકના આ રોલ માટે આમિરે કહી સ્પષ્ટ ‘ના’

સંજય દત્તની બાયોપિક ‘સંજૂ’માં મોટી સ્ટારકાસ્ટ છે. ફિલ્મમાં રણબીર કપૂર સંજય દત્તના રોલમાં જોવા મળશે. રણબીર સિવાય આ ફિલ્મમાં પરેશ રાવલ, વિક્કી કૌશલ, સોનમ કપૂર, દિયા મિર્ઝા, અનુષ્કા શર્મા અને મનીષા કોઈરાલા પણ છે. પરંતુ શું તમે જાણો છો કે ફિલ્મમાં આમિર ખાનને પણ રોલ ઓફર થયો હતો.

આમિરને ફિલ્મ ડિરેક્ટર રાજકુમાર હિરાનીએ સંજયના પાપા સુનીલ દત્તનો રોલ ઑફર કર્યો હતો, પરંતુ આમિરે આ ફિલ્મનો રોલ કરવાનો ઇન્કાર કર્યો હતો. રાજકુમાર હિરાનીએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યુ કે, ”આમિર મારો મિત્ર છે. હું જે પણ સ્ક્રિપ્ટ લખું છુ તેની પાસે ચોક્કરથી લઇને જઉં છું. જ્યારે મેં તેને સંજૂની વાર્તા સંભળાવી ત્યારે આમિરે કહ્યુ કે, હું પણ કંઇ કરીશ. મેં તેને સુનિલ દત્તનો રોલ કરવા કહ્યું. પરંતુ એ સમયે આમિર ‘દંગલ’માં એક આધેડના રોલમાં હતો એટલે તેણે આ રોલ માટે ના પાડી દીધી.”

રાજકુમાર હિરાનીએ કહ્યું કે, “મેં સંજય દત્તને પહેલાં જ સ્પષ્ટ કર્યું હતું કે ફિલ્મમાંથી તે કોઈ લાઈન કે સીન હટાવવા માગશે તો એવું નહીં થાય.”

રણબીર કપૂર સ્ટારર ફિલ્મ ‘સંજૂ’ 29 જૂનના રિલીઝ થશે. સુનીલ દત્તના રોલમાં પરેશ રાવલ, નરગિસના રોલમાં મનીષા કોઇરાલા અને માન્યતા દત્તના રોલમાં દિયા મિર્ઝા જોવા મળશે.

You might also like