મને રેમ્પ પર ચાલવામાં શરમ આવે છેઃ આમિર

સુપરસ્ટાર આમિર ખાનની ફિલ્મોની વાત કરીએ તો તે એક પરફેક્ટનિસ્ટ છે, પરંતુ આ અભિનેતા ફેશનની બાબતમાં પોતાને પરફેક્ટ માનતો નથી. લોકો ફેશનને લઇને તેની મજાક ઉડાવે તો પણ તેની ચિંતા કરતો નથી, કેમ કે તે પોતે કબૂલે છે કે તેને ફેશનની ઝાઝી સૂઝ નથી, જોકે આ એક એવી વસ્તુ છે કે લોકો પણ તેની પાસેથી અપેક્ષા રાખતા નથી. ‘ધૂમ-૩’ના આ અભિનેતાએ કહ્યું કે તેનામાં ફેશનની સમજ ન હોવાના કારણે તેને રેમ્પ પર ચાલવામાં પણ શરમ આવે છે.

ફેશનને લઇને તેના મનમાં સતત ડર પણ રહે છે. તે કહે છે કે હું ખરાબ કપડાં પહેરું છું, પરંતુ હવે મને તેની આદત થઇ ચૂકી છે. લોકો મારી ફેશન માટે પણ સારો મત રાખતા નથી. તેથી મને તેનો કોઇ ડર પણ નથી. તેણે કહ્યું કે હું માત્ર એક વાર સલમાન ખાનના બીઇંગ હ્યુમન માટે રેમ્પ પર ચાલ્યો હતો. મને આમ તો ખૂબ જ શરમ આવે છે કે હું રેમ્પ પર ચાલુ અને લોકો મને જુુએ. આમિરની ફિલ્મ ‘દંગલ’ ટૂંક સમયમાં રિલીઝ થશે. ફિલ્મમાં તેની કો-સ્ટાર ફાતિમા સના શેખ અને સાનિયા મલ્હોત્રા છે. •
http://sambhaavnews.com/

You might also like