આમિરખાનની ફિલ્મ દંગલના પોસ્ટરમાં જોવા મળ્યો છોકરીઓનો દમ

નવી દિલ્હી: આમિરખાનની આવનારી ફિલ્મ ‘દંગલ’નું નવું પોસ્ટર રિલીઝ થઇ ગયું છે. ટ્વિટર પર આમિરખાને આ પોસ્ટરને શેર કર્યું છે. ફિલ્મના આ પોસ્ટરમાં આમિરખાન પોતાની છોકરીઓ સાથે પિતાની ભૂમિકામાં નજરે જોવા મળ્યો છે.

પોસ્ટરમાં આમિર અને તેની છોકરીઓનું લુક બધાને આકર્ષિત કરે એવું છે અને તેનાથી જોરદાર છે આ પોસ્ટરની પંચલાઇન. જેમાં લખવામાં આવ્યું છે કે, ‘म्हारी छोरियां छोरों से कम हैं के’. એટલે કે હરિયાણવી પહેલવાન મહાવીર ફાગેટની ભૂમિકામાં આમિરખાન કહી રહ્યો છે કે તેની છોકરીઓ કોઇ પણ રીતે છોકરાઓથી કમ નથી.


તમને જણાવી દઇએ કે ફિલ્મ ‘દંગલ’ હરિયાણાના જાણીતા પહેલવાન મહાવીર ફોગાટ અને તેની રેસ્લર છોકરીઓ ગીતા ફોગાટ અને બબીતા ફોગાટની જીંદગી પર આધારિત છે.

ફિલ્મ ‘દંગલ’ આ વર્ષે 23 ડિસેમ્બરે રિલીઝ થશે.

You might also like