બનારસની આ ત્રણ મુસ્લિમ બહેનોને આમિર ખાને પણ કર્યા સલામ

વારાણસી: પાકિસ્તાનની મલાલાને શિક્ષણ માટે સમગ્ર વિશ્વ જાણે છે. પરંતુ આજે અમે તમને વારાણસીની ત્રણ મુસ્લિમ બહેનોની હિંમતની દાસ્તાન સંભળાવીશું. આ ત્રણેય બહેનોને અભિનેતા આમિર ખાન અને ટીના અંબાણીએ પણ સલામ કર્યા છે. વારાણસીના લોહતાના સજોઈ ગામની ત્રણ મુસ્લિમ બહેનોને ગરીબી અને લાચારીને બહુ જ નજીકથી જોઈ છે.

આ ત્રણેય બહેનો એક જ પુસ્તકથી અભ્યાસ કરી છે અને આજે 150થી વધુ બાળકોને મફતમાં શિક્ષણ આપી રહ્યા છે. મુસ્લિમ હોવાને કારણે ગામમાં તેમના અભિયાનનો પણ આકરો વિરોધ થયો હતો. ત્રણેય બહેનો વીસ હજારની વસતિ ધરાવતા ગામમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ જગાડી 90 ટકા અભણ પાંચ વર્ષમાં સાક્ષર બન્યા છે.

You might also like