‘જન ગણ મન’ વગાડવા પાક. તૈયાર ન થતાં અામિરે ‘દંગલ’ની રિલીઝ રદ કરી

નવી દિલ્હી: બોલિવૂડ અભિનેતા અામિર ખાને પોતાની ફિલ્મ દંગલને પાકિસ્તાનમાં રિલીઝ કરવાનો ઇન્કાર કરી દીધો છે. પાકિસ્તાન સેન્સર બોર્ડ ફિલ્મમાંથી રાષ્ટ્રીય ગીત અને રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવાના સીનને હટાવવાની માગણી કરી રહ્યું હતું. ત્યારબાદ અામિર ખાને ફિલ્મને રિલીઝ ન કરવાનો નિર્ણય લીધો.

ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ઉરી હુમલા બાદ બોલિવૂડની ફિલ્મોને પાકિસ્તાનમાં પ્રતિબંધિત કરી દેવાઈ હતી. હમણા થોડા દિવસો પહેલા અા પ્રતિબંધ હટાવાયો હતો. ત્યાર બાદ એવી ગણતરી હતી કે અામિર ખાનની ફિલ્મ દંગલ પાકિસ્તાનમાં રિલીઝ થઈ શકે છે.

અામિર ખાન અને તેની ટીમ ફિલ્મને અગાઉ ત્યાં રિલીઝ કરવા ઇચ્છતી હતી. કેમ કે પાકિસ્તાનમાં ભારતીય ફિલ્મોની સારી અેવી બોલબાલા હોય છે. પરંતુ પાકિસ્તાન બોર્ડ તરફથી અાવેલી અાશ્ચર્યજનક ડિમાન્ડને અામિર ખાને નકારી દીધી. એક રિપોર્ટ મુજબ જ્યારે ફિલ્મને પાકિસ્તાનના સેન્સર બોર્ડમાં મોકલવામાં અાવી ત્યારે તેમને બે સીન કટ કરવાની માગણી કરી જેમાં અાપણો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં અાવ્યો છે અને રાષ્ટ્રધ્વજ વગાડાય છે. બીજા સીનમાં ગીતા ફોગટને ગોલ્ડ મેડલ અપાય છે. દંગલને ગ્રીન સિગ્નલ અાપતાં પહેલાં પાકિસ્તાન સેન્સર બોર્ડ અા સીન કાપી નાખવા ઇચ્છતું હતું. અામિર ખાને જવાબ અાપતાં કહ્યું કે અા એક સ્પોર્ટ બેઝ્ડ ફિલ્મ છે જેને કોઈપણ પ્રકારે પાકિસ્તાન સાથે લેવા દેવા નથી.

દંગલે અત્યાર સુધી ૫૩૨ કરોડ રૂપિયાથી વધુ કમાણી કરી લીધી છે. અા ફિલ્મ માટે અામિરને લગભગ ૧૭૫ કરોડ રૂપિયા મળ્યા છે. અામિર ફિલ્મના પ્રોડ્યુસર માટે પ્રોફિટ શેરિંગ રેસોયોમાં પણ છે એટલે કે ફિલ્મ જેટલી કમાણી કરશે તે પ્રમાણે અામિરને પૈસા મળશે.
http://sambhaavnews.com/

You might also like