ભારતમાં જન્મ્યો છું અને ભારતમાં જ મરીશઃ આમીર

મુંબઈ: ભારતમાં અસહિષ્ણુતાનું વાતાવરણ હોવા વિશેની ચાલતી ચર્ચા વખતે ભારત છોડી જવાની વિવાદાસ્પદ કમેન્ટ્સ કરનાર બોલિવૂડ એકટર આમિર ખાન પર નવેસરથી પ્રહાર થયો છે. તેના સાથી એકટર અક્ષય કુમારે કહ્યું છે કે દરેક દેશમાં ચડતીપડતી આવતી જ હોય છે અનેકોઈ પણ વ્યક્તિએ આડેધડ નિવેદનો આપવાનું શરૂ કરવું ન જોઈએ. આમિરે ગયા નવેમ્બરમાં એમ કહ્યું હતું કે દેશમાં અસહનશીલતાની ઘટનાઓ વધી રહી છે એવો તેણે એક વાર ઘરમાં ઉલ્લેખ કરતાં તેની પત્ની કિરણ રાવે દેશ છોડીને જતાં રહેવાનું સૂચન કર્યું હતું.

આમિરના આ નિવેદને દેશભરમાં ખળભળાટ મચાવી દીધો હતો અને તેની અત્યંત આકરી ટીકા કરવામાં આવી હતી. આમિરે હવે કહ્યું છે કે ભારત જેવી વિવિધતામાં એકતા ધરાવતો દુનિયામાં બીજો કોઈ દેશ નથી. હું અહીંયા જ જન્મ્યો છું અને અહીંયા જ મરીશ.

દર્શકોએ ખૂબ વખાણેલી રંગ દે બસંતી ફિલ્મના ૧૦ વર્ષની સમાપ્તિ નિમિત્તે પત્રકારો સાથેની વાતચીત દરમિયાન આમિરે કહ્યું હતું કે, ભારત અસહનશીલ દેશ છે કે હું દેશ છોડી જવા માગું છું એવું મેં ક્યારેય કહ્યું નહોતું. લોકોની લાગણી દુભાઇ છે એ હું સમજી શકું છું. મારા નિવેદન વિશે ગેરસમજ કરવામાં આવી છે. એ માટે મિડિયા જવાબદાર છે.

You might also like