અસહિષ્ણુતાના વિવાદ વચ્ચે આમિર અમેરિકા જવા રવાના

મુંબઇ: દેશમાં અસહિષ્ણુતાના મામલે આપવામાં આવેલા નિવેદનના પગલે વિવાદના વમળમાં ફસાયેલ બોલિવૂડ અભિનેતા આમિર ખાન અસહિષ્ણુતા વિવાદની વચ્ચે અમેરિકા જવા રવાના થઇ ગયો છે. તે ત્યાં પોતાના પુત્રને મળવા ગયો હોવાનું જાણવા મળે છે. પંજાબના લુધિયાણામાં પોતાની આગામી ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત આમિર ખાન ગુરુવારે મુંબઇ પરત આવ્યો હતો અને ત્યાર બાદ તુરત અમેેરિકા જવા રવાના થયો છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર આમિર ખાન લોસ એન્જલસમાં રહેતા પોતાના દીકરાને મળવા ગયો છે. તેની આ અમેરિકા મુલાકાત અંગે જાણવા મળ્યું છે કે તેની આ ટ્રિપ અગાઉથી નિર્ધા‌િરત હતી. તેને અસહિષ્ણુતાના વિવાદ સાથે કોઇ નિસબત નથી.

You might also like