ઇયાન મૈક્કેલેન સાથે આમિરે કર્યું ડિનર

મુંબઇઃ જાણીતા અભિનેતા આમિર ખાન અને તેની પત્ની કિરણ રાવે “લોર્ડ ઓફ ધ રિંગ્સ” ફેમ કલાકાર ઇયાન મૈક્કેલેન સાથે ડિનર કર્યું છે. 76 વર્ષના ઇયાન જાણીતા લેખક શેક્સપિયરની 400મી પુણ્યતિથીના દિવસે તેમની રચનાઓ તથા સંસ્કૃતિ, શિક્ષા અને સમાજ પર તેના પ્રભાવ અંગેના ઉત્સવને મનના માટે યોજવામાં આવેલા વૈશ્વિક કાર્યક્રમ શેક્સપિયર્સ લાઇવ્સ ઓફ ફિલ્મ અંતર્ગત ભારત આવ્યાં છે.

જિયો મામી વિદ સ્ટારના ઓફિશિયલ ટવિટર હેડલમાં બંને અભિનેતાઓના ફોટા શેર કરવામાં આવ્યાં છે. ફોટા સાથે લખવામાં આવ્યું છે આમિર ખાન અને કિરણ રાવે ગઇ કાલે રાત્રે ઇયાન મૈક્કેલેન સાથે ડિનર લીધું.

મામી ફિલ્મ ક્લબ ભારતમાં કાર્યક્રમોના આયોજન માટે બ્રિટિશ કાઉન્સિલ અને બ્રિટિશ ફિલ્મ ઇસ્ટીટ્યૂટ સાથે જોડાયેલ છે. આમિર પણ બ્રિટિશ સ્ટાર ઇયાનની સાથે એક સત્રનું આયોજન કરી રહ્યાં છે. શેક્સપિયર્સ લાઇવ્સ ઓફ ફિલ્મ માટે બીએફઆઇના એમ્બેસેડર તરીકે દુનિયાના પ્રવાસે નિકળેલા ઇયાનનો મુંબઇ પ્રથમ મુકામ છે.

You might also like