દંગલ પર આવ્યું અખિલેશનું દિલ, યૂપીમાં થયું ટેક્સ ફ્રી

મુંબઇઃ ઉત્તર પ્રદેશના સીએમ એખિલેશ યાદવે આમિર ખાનની આગામી ફિલ્મ દંગલને રાજ્યમાં ટેક્સ ફ્રી કરી દીધી છે. જેનાથી દર્શકોને સસ્તામાં આ ફિલ્મ જોવાની તક મળશે. આમીર ખાનની આગામી ફિલ્મ ખૂબ જ ચર્ચામાં છે. આ ફિલ્મનું નિર્માણ આમીર ખાન, કિરણ રાવ અને સિદ્ધાર્થ રોય કપૂર અને તેનું નિર્દેશન નિતેશ તિવારીએ કહ્યું છે. આ ફિલ્મ 23 ડિસેમ્બરે સિનેમા ઘરોમાં રિલીઝ થવા જઇ રહી છે.

મળતી માહિતી મુજબ આ ફિલ્મામં આમિર ખાન એક પહેલવાનની ભૂમિકામાં છે. ફિલ્મમાં તે એક હરિયાણી પહેલવાન મહાવીર સિંગ ફોગટનો વાસ્તવિક કિરદાર નિભાવી રહ્યો છે. તેમને કોઇ પુત્ર નથી. પરંતુ પોતાની પુત્રીઓને કુસ્તી કરવા માટે તૈયાર કરે છે. તેમની પુત્રીએ ઓલંમ્પિકમાં અનેક ગોલ્ડ મેડલ જિત્યા છે. આ ફિલ્મની લોકો આતુરતાથી રાહ જોઇ રહ્યાં છે.

home

You might also like