શાહરૂખ બાદ આમીર અને રણવીરને મળી ટેક્સ નોટિસ

મુંબઇઃ બ્લેક મની મામલે ચાલતા અભિયાનને પગલે કેન્દ્ર સરકારે દિગ્ગજ સેલિબ્રિટીની ગુપ્ત સંપત્તિની જાણકારી મેળવવા પર ભાર મૂક્યો છે.ત્યારે આ મામલે શાહરૂખ ખાન બાદ હવે આમિર ખાન, રણવીર સિંહ અને યશ રાજ પ્રોડક્શન હાઉસને સીબીઇસી તરફથી સર્વિસ ટેક્સ નોટિસ મળી છે.  સાથે જ પેમેન્ટની વિગતો પણ માંગી છે. નોટીસના એક સપ્તાહની અંદર સેલિબ્રિટીએ જવાબ આપવાનો રહેશે.

ઇન્ડસ્ટ્રિ સૂત્રો અનુસાર ખાન ઉપરાંત કેટલાક અન્ય એક્ટર અને બિઝનેસમેનને પણ આ પ્રકારની નોટિસ ફાળવવામાં આવી છે. ખાસ કરીને જેમણે સિંગાપુરમાં રોકાણ કર્યા છે. આ કામ એવા સમયે હાથ ધરવામાં આવી રહ્યું છે કે જ્યારે સરકારે કાળા નાણા મામલે વિદેશમાંથી નાણા પરત લાવવાનું વચનની કવાયત હાથ ધરી છે.

You might also like