અમિતાભને લઇને અભિનેતા આમિર ખાને જાણો શું કહ્યું….

બોલિવૂડમાં અાટલાં વર્ષ વીતી ગયાં હોવા છતાં પણ સલમાન ખાન, શાહરુખ ખાન અને અામિર ખાનનું સ્ટારડમ અાજે પણ ટકેલું છે. અા અંગે વાત કરતાં અામિર કહે છે કે અમને બધાંને ઇન્ડસ્ટ્રીમાં લગભગ ત્રણ દાયકા જેટલો સમય વીતી ચૂક્યો છે. અાટલા સમય પછી પણ અમે સારી ફિલ્મો અાપી રહ્યાં છીઅે.

જ્યારે મેં મારી પહેલી ફિલ્મ સાઈન કરી હતી ત્યારે મારી માતાઅે મને કહ્યું હતું કે હું ફિલ્મવાળાઅોનો વધુ ભરોસો ન કરું. મારી માતા ઇચ્છતી હતી કે હું કોઈ અન્ય પ્રોફેશન પસંદ કરી લઉં. મને ત્યારે લાગતું હતું કે લોકો મને વધુમાં વધુ ૧૦ વર્ષ સુધી યાદ રાખશે, પરંતુ અાજે ૩૦ વર્ષની સફળ પૂર્ણ થઈ ચૂકી છે. અાટલું હું કરી શકીશ તે મેં વિચાર્યું પણ ન હતું.

અામિર ખાન બોલિવૂડમાં અસલી સુપરસ્ટાર અમિતાભ બચ્ચનને માને છે. તે કહે છે કે બચ્ચનજી જેવા સુપરસ્ટાર અાજ સુધી કોઈ થયા નથી. તેમનું સ્ટારડમ એવું છે કે તેઅો જૂના સમયની સાથે નવી પેઢીના ફેન્સને પણ પોતાની સાથે કનેક્ટ કરી દે છે. દર્શકો અાજે પણ તેમને અેટલો જ પ્રેમ કરે છે.

ફિલ્મોની વાત કરું તો મારા હિસાબે કહાણી અને સ્ક્રિપ્ટ સુપરસ્ટાર હોય છે. ફિલ્મ સારી ચાલી તો તેની પાછળ સારી કહાણી અને નિર્દેશન હોય છે. જો ફિલ્મ ખરાબ ચાલે તો પણ અા બંને બાબત જવાબદાર હોય છે. અામિર ખાન ટ્વિટર પર વધુ સક્રિય નથી. તે કહે છે કે ટ્વિટર અેક એવું પ્લેટફોર્મ છે, જેના માધ્યમથી તમે દર્શકો સાથે જોડાઅો છો. જે અભિનેતા અેવું કરે છે તે તેમની પર્સનાલિટીનો ભાગ છે.

હું મારા દર્શકો સાથે અોછું ઇન્ટરેક્ટ કરું છું. તે મારી પર્સનાલિટીનો ભાગ છે. હું મોટા ભાગે મારી જ દુનિયામાં ખોવાયેલો રહું છું. મને ખ્યાલ નથી કે મારી અાસપાસ શું ચાલી રહ્યું છે. હું ક્યારેય પેપર પણ વાંચતો નથી. લોકો સાથે મારો સંપર્ક અોછો હોય છે. મારી પત્ની કિરણ મને પાછો જમીન સાથે જોડે છે. •

You might also like