આમિર ખાન નો પરિવાર તેને એન્જિનિયર બનાવવા ઈચ્છતો હતો

આમિર ખાનનું આજે બોલિવૂડમાં ખૂબ જ મોટું નામ ભલે હોય, પરંતુ તેનો પરિવાર ક્યારેય પણ ઇચ્છતો ન હતો કે તે આ ફિલ્ડમાં આવે. આમિરના પિતા તેને એન્જિનિયર બનાવવા ઇચ્છતા હતા. આમિર ખાન ડિરેક્ટર તાહિર હુસેનનો પુત્ર અને ફિલ્મ મેકર નાસિર હુસેનનો ભત્રીજો છે. ફિલ્મી ફેમિલીમાંથી હોવા છતાં આમિરનું ફેમિલી ઇચ્છતું હતું કે તે એન્જિનિયર બને, કેમ કે તે સમયે આ ફિલ્મ ઇન્ડસ્ટ્રી ખૂબ જ અસ્થિર હતી. આમિર કહે છે કે તે સમયે દરેક વ્યક્તિ એમ જ માનતી હતી કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવું યોગ્ય નથી. મારા પિતા મને હંમેશાં ફિલ્મમાં કામ ન કરવાની સલાહ આપતા. તેઓ કહેતા કે અહીં તમે એક મિનિટ પહેલાં ઊંચાઇ પર હો અને બીજી મિનિટે જમીન પર આવી જાવ. તેઓ મને એવી ફિલ્મમાં મોકલવા ઇચ્છતા હતા, જ્યાં સ્થિરતા હોય.

આમિર ખાનને એક્ટર બનવું હતું, પરંતુ તે તેના પિતાને જણાવી શકતો ન હતો. જાવેદ અખ્તરે આમિરના કાકા નાસિર હુસેનને જણાવ્યું કે આમિર હીરો બનવાને લાયક છે. બોલિવૂડમાં તેણે ‘કયામત સે કયામત તક’ ફિલ્મથી ડેબ્યૂ કર્યું, પરંતુ આ પહેલાં તેણે ૪૦ મિનિટની એક શોર્ટ ફિલ્મમાં કામ કર્યું હતું. આમિરે ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયામાં એક્ટિંગનો કોર્સ કર્યો, પરંતુ આ કોર્સ વિશે ઘરમાં કોઇને જણાવ્યું નહીં. આમિરે એક્ટર, આસિ. ડિરેક્ટર અને સ્પોટબોય તરીકે કામ કર્યું. તેણેે ૪૦ મિનિટની શોર્ટ ફિલ્મ ‘પેરેનોઇયા’માં કામ કર્યું અને ત્યાર બાદ તેને ફિલ્મ મેકિંગમાં રસ પડ્યો. આ ફિલ્મ જોઇને શબાના આઝામીએ આમિરનાં ખૂબ જ વખાણ કર્યાં અને તેણે મારા પિતાને એક્ટિંગ સ્કિલ વિશે વાત પણ કરી. •

You might also like