આમ આદમી પાર્ટી આકરાં પાણીએ, આશુતોષે ફોડ્યો ”ચિઠ્ઠી બોમ્બ”

નવી દિલ્હી: આમ આદમી પાર્ટીના ચર્ચિત નેતા અને પૂર્વ ન્યૂઝ એન્કર આશુતોષે એક પત્રકાર પરિષદ યોજીને ડીડીસીમાં નાણામંત્રી અરૂણ જેટલીની ભૂમિકા પર આંગળી ઉઠાવી છે. તેમણે કહ્યું છે કે ડીડીસીએ કાંડ મુદ્દે અરૂણ જેટલી તપાસનું સ્વાગત કેમ નથી કરી રહ્યા. આશુતોષે આરોપ લગાવ્યો છે કે અરૂણ જેટલીને ડીડીસીએના દરેક કામની જાણકારી હતી. તેમની મરજી વિના ત્યાં કશું પણ થતું ન હતું.

આશતોષે મીડિયાને 27 ઓક્ટોબર 2011નો એક પત્ર બતાવ્યો, જેમાં અરૂણ જેટલીએ છેતરપિંડીના એક કેસને બંધ કરવાની કહી હતી. તેમણે કહ્યું હતું કે આ પત્ર અન્ના આંદોલન સમયે લખવામાં આવ્યો હતો. તેમણે 5 મે 2012ના રોજ બીજો પત્ર લખવામાં આવ્યો. તેમાં પણ પોલીસ કમિશ્નર પાસે તેમણે તપાસ બંધ કરવા માટે કહ્યું. તેમનું કહેવું હતું કે તેને બંધ કરો કારણ કે ડીડીસીએ કોઇ ખોટું કામ કરતું નથી.

આપ નેતા આશુતોષે હુમલાનું વલણ અપનાવતાં સવાલ કર્યો કે ‘’અરૂણ જેટલી કહેતાં રહે છે કે ડીડીસીએમાં રોજબરોજના કામો સાથે મારે કંઇ લેવા-દેવા ન હતું. આ પત્રોથી સાબિત થાય છે કે તે પોતાના પદનો દુરુઉપયોગ કરી રહ્યા હતા અને તપાસને પ્રભાવિત કરવાનો પ્રયત્ન કરી રહ્યાં હતા.’’ આશુતોષે કહ્યું કે અરૂણ જેટલીને પદ દુરુઉપયોગ કરવા, તપાસમાં વિધ્ન પેદા કરવા અને છેતરપિંડી કરનારાઓને બચાવવાનો પ્રયાસ કરતાં હોવાથી તેમને પોતાના પદ પર રહેવાનો કોઇ અધિકાર નથી.

You might also like