3 જૂને યોજાશે EVM ચેલેન્જ, ECના એક્સપર્ટને પણ આમંત્રણ

728_90

નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીના નેતા સૈરભ ભારદ્વાજે EVM મુદ્દે એક વખત ફરી નિવેદન બહાર પાડ્યું છે. સૌરભ ભારદ્વાજે કહ્યું છે કે ચૂંટણી વિભાગે ક્યારે પણ હેકાથોનની વાત કરી ન હતી. EC હંમેશા EVM ચેલેન્જની વાત કરી છે. ભારદ્વાજે કહ્યું કે આમ આદમી પાર્ટીના ટેક ગ્રૂપે નિર્ણય કર્યો છે કે ખરાબ મશીનની ચેલેન્જ તેઓ 3 જૂને આયોજીત કરશે. તેનાથી તેઓ દેશના તમામ એક્સપર્ટ અને ચૂંટણી વિભાગના એક્સપર્ટને આમંત્રિત કરશે.

આ સિવાય બુધવારે બહાર પાડવામાં આવેલા આંકડામાં દેશના જીડીપીમાં પણ ઘટાડો થયો છે. ત્યારે આમ આદમી પાર્ટીએ આ મામલે પણ કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા છે. આપ નેતા દિલીપ પાંડેય કહ્યું છે કે દેશની અર્થવ્યવસ્થા ભયાવહ છે. દેશમાં કંસ્ટ્રક્શન સેક્ટર મંદીના ભરડામાં છે. છેલ્લાં કેટલાય દિવસથી હોટલ રેવન્યુમાં પણ ઘટાડો નોંધાયો છે. દિલીપ પાંડયે કહ્યું કે દેશમાં નોટબંદીને કારણે ખૂબ જ નુકશાન થયું છે. અરૂણ જેટલી દેશને બેવકૂફ બનાવી રહ્યાં છે. દિલીપ પાંડેયે કહ્યું છે કે કેન્દ્ર સરકારે નોટબંદી ઉપર શ્વેતપત્ર લાવવું જોઇએ. સાથે જ દેશ પાસે માંફી માંગવી જોઇએ. નોટબંદીનો નિર્ણય દેશ માટે એક આર્થિક દુર્ઘટના છે.

http://sambhaavnews.com/

 

You might also like
728_90