અાલ્કોહોલની હાનિકારક અસર દૂર કરવા કસરત કરો

જો દારૂ પીવાનું તમારા વીક-એન્ડ રૂટીનમાં વણાઈ ગયું હોય તો તમારે એક્સર્સાઈઝ અવશ્ય કરવી જોઈએ. એમ કરવાથી અાલ્કોહોલ કારણે શરીરમાં થતી અાડઅસરો ઘટાડી શકાય છે એવું ઓસ્ટ્રેલિયાના રિસર્ચરોનું કહેવું છે. દારૂ પીનારાઓમાં કેન્સર અને લિવર-ડિસીઝને કારણે વહેલા મૃત્યુનું જોખમ તોળાય છે. ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટી ઓફ સિડનીના રિસર્ચરોનું કહેવું છે કે દારૂ પીનારાઓ જો ફિઝિકલ એક્ટિવિટી વધારે અને કસરત કરવામાં નિયમિતતા જાળવે તો કેન્સર અથવા તો પ્રાણઘાતક લિવરના રોગોથી વહેલું મૃત્યુ થવાનું જોખમ ઘટે છે.

You might also like