‘હું મારા સ્તનથી પણ વધુ કંઇક છું’ : આલિયા ઇબ્રાહીમ

નવી દિલ્હી: અત્યારે અભિનેત્રી પૂજા બેદી પુત્રી આલિયા ઇબ્રાહીમના હોટ ફોટા સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યાં છે. આ ફોટામાં આલિયા એકદમ ગ્લેમરસ અને બોલ્ડ દેખાઇ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે ગત નવેમ્બર મહિનામાં જ આલિયાએ પોતાનો 18મો જન્મદિવસ ઉજવ્યો છે.

alia-1આલિયાએ પોતાના ફોટાને બોલીવુડ તેમને જોઇ રહ્યું છે તે સ્લોગન સાથે પોસ્ટ કર્યા હતા. પરંતુ આ ફોટા સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયા. આલિયાના આ ઉત્તેજક ફોટા પર લોકોએ અભદ્ર કોમેન્ટ કરી જેમાંથી કેટલાક લોકોએ તો તેમની તુલના એડલ્ટ સ્ટાર સાથે કરી દીધી છે.

આ પ્રકારની કોમેન્ટથી આલિયાને ઠેસ પહોંચતા તેણે પોતાના બ્લોગ પર કોમેન્ટ કરનારાઓને આકરો જવાબ આપતાં કહ્યું કે ‘હું મારા સ્તનોથી આગળ પણ કંઇક છું.’ આલિયાએ બ્લોગના શીર્ષક આ જ છે. I Am More Than My Breasts। આ બ્લોગમાં આલિયા લખ્યું છે કે સ્ત્રીના સ્તન તેને મહિલા હોવાનો અહેસાસ કરાવે છે પરંતુ તેનો અર્થ એ નથી કે લોકો તે છોકરીને ફક્ત તેના કારણે જ ઓળખે. લોકોને ફક્ત મારા સ્તન જ દેખાઇ રહ્યાં છે.

You might also like