અૈશ્વર્યાઅે રણબીરના વખાણ કરતા સલમાન નાખુશ

સલમાન ખાન અને રણબીર કપૂર વચ્ચેના સંબંધો કેવા છે અે વાત કોઈનાથી છુપાયેલી નથી. અાવા સંજોગોમાં અૈશ્વર્યા રાય રણબીર કપૂરનાં વખાણ કરે તે વાત સલમાન ખાનના જખમ પર મીઠું ભભરાવવા જેવી છે. સલમાન ખાન થોડા સમયથી રેપવાળા નિવેદનને લઈને ચર્ચામાં છે તો બીજી તરફ અૈશ્વર્યા રાય બચ્ચને રણબીર કપૂરનાં એટલાં વખાણ કર્યાં, જે સલમાન ખાનને મંજૂર નથી.

અૈશ્વર્યા હાલમાં રણબીર સાથે ‘અય દિલ હૈ મુશ્કિલ’ ફિલ્મ કરી રહી છે. અૈશ્વર્યાઅે કહ્યું કે રણબીર એક એવો એક્ટર છે, જે ટેન્શનવાળા માહોલને પણ ખુશખુશાલ બનાવી દે છે. રણબીરની સેન્સ અોફ હ્યુમર અદ્ભુત છે. અૈશ્વર્યાઅે એમ પણ કહ્યું કે તે રણબીરને ઘણાં વર્ષથી જાણે છે. પોતાની કરિયરની શરૂઅાતના સમયમાં તે રણબીરને મળી હતી. ઋષિ કપૂરના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ‘અા અબ લોટ ચલે’માં અૈશ્વર્યાઅે મુખ્ય ભૂમિકા ભજવી હતી. રણબીર ત્યારે તેના પપ્પા સાથે સેટ પર અાવતો હતો. ઉલ્લેખનીય છે કે જ્યારથી રણબીર અને કેટરીના કૈફના સંબંધો વધ્યા હતા ત્યારથી સલમાન તેને પસંદ કરતો નથી. અાવા સંજોગોમાં અૈશ્વર્યા દ્વારા રણબીરનાં વખાણ સલમાન ખાનને પસંદ પડ્યાં નથી. •

You might also like