સાંસદને થપ્પડ મારનાર શશિકલાની જયલલિતાએ કરી હકાલપટ્ટી

નવી દિલ્હી: ત્રણ દિવસ પહેલાં આઇજીઆઇ એરપોર્ટ પર DMK સાંસદને થપ્પડ મારનાર રાજ્યસભા સાંસદ શશિકલા પુષ્યાને જયલલિતાએ AIADMK બહાર કરી દીધા. પાર્ટી મહાસચિવ જયલલિતાએ કહ્યું કે શશિકલાને AIADMKની છબિ ખરાબ કરવા બદલ પાર્ટીમાંથી તગેડી મુકવામાં આવી.

શશિકલા પુષ્પા પર આરોપ છે કે તેમણે શુક્રવારે DMKના સાંસદ તિરૂચિ શિવાને ખુલ્લેઆમ ચાર તમાચા માર્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે DMK સાંસદે તમિલનાડુની સીએમ જે જયલલિતાની વિરૂદ્ધ કેટલીક કોમેન્ટ કરી હતી, ત્યારબાદ શશિકલાએ તેમને તમાચો માર્યો હતો.

બંને સાંસદો વચ્ચે દિલ્હી એરપોર્ટના ટર્મિનલ 3 પર આ ઘટના ઘટી, ત્યારબાદ એરપોર્ટમાં હાલ CISFના જવાનોએ બંનેને અલગ કર્યા, બંને એક જ ફ્લાઇટથી ચેન્નઇ જવાના હતા. પરંતુ આ ઘટના બાદ શિવા ગેટ નંબર 2થી નિકળી ગયો અને દિલ્હીમાં પોતાના ઘરે પરત ફર્યા, જ્યારે શશિકલા ચેન્નઇ રવાના થઇ ગઇ હતી.

સોમવારે શશિકલાને આ મુદ્દો રાજ્યસભામાં ઉઠાવ્યો. તેમણે કહ્યું કે ‘મારા જીવને જોખમ છે, મને સંવૈધાનિક પદથી રાજીનામું આપવા માટે મજબૂર કરવામાં આવે છે, પરંતુ હું રાજીનામું નહી આપું.’

You might also like