અાગ્રાને મળી ખાસ ભેટઃ તાજમહાલ પાસે બનશે અાંતરરાષ્ટ્રીય અેરપોર્ટ

નવી દિલ્હીઃ દેશને અાઝાદ થયે ૭૦ વર્ષ થઈ ચૂક્યાં છે, પરંતુ અાગ્રામાં કોઈ અેરપોર્ટ નથી. જ્યારે સૌથી વધુ પ્રવાસીઅો તાજમહાલ જોવા અા શહેરમાં પહોંચે છે. અત્યાર સુધી પર્યટકોને િવમાનથી દિલ્હી અાવવું પડતું અને ત્યારબાદ તાજમહાલ જોવા માટે ૨૦૦ કિલોમીટરની સફર રોડ માર્ગે કે ટ્રેન દ્વારા કરવી પડતી.

અાગ્રામાં એકમાત્ર એરફોર્સ એરપોર્ટ પર રક્ષા મંત્રાલયનો કબજો છે. હવે અા એરપોર્ટને અાંતરરાષ્ટ્રીય સ્તરનું બનાવવાના પ્રસ્તાવને મંજૂરી મળી ગઈ છે. ઉત્તર પ્રદેશ સરકારે જાહેરાત કરી છે કે તેઅો અા માટે ૧૫૦ એકર જમીન અાપશે અને તેના વિસ્તાર માટે બિલ પણ લાવશે. અા સમગ્ર કામ વાયુસેનાની દેખરેખમાં થશે. ઉત્તર પ્રદેશમાં અાવતા વર્ષે શરૂઅાતમાં િવધાનસભાની ચૂંટણીઅો યોજાવાની છે અને રાજ્યની અખિલેશ યાદવ સરકાર ખૂબ જ જલદી અા પરિયોજના પર કામ શરૂ કરવા ઇચ્છે છે.

એરપોર્ટ અને હાઈકોર્ટની બેન્ચ પશ્ચિમી ઉત્તર પ્રદેશના મતદાતાઅોની સૌથી મોટી બે માગમાં સામેલ છે. અાગ્રાના જિલ્લા સ્તરના અધિકારીઅોનું કહેવું છે કે જમીન અધિગ્રહણમાં કોઈ મુશ્કેલી નહીં અાવે, કેમ કે સરકારે પહેલાંથી જ ત્યાં રહેલ વાયુસેના અેરવેઝ પાસે ૩૫૦ જમીન માલિકોની સંમતિ લઈ લીધી છે. તેમણે એમ પણ કહ્યું કે જે જમીન અેરપોર્ટ માટે જોઈઅે તે એક મહિના કરતાં પણ અોછા સમયમાં મળી જશે.

માર્ચ-૨૦૧૭ સુધી અા કામ પૂરું પણ કરી દેવાશે. હાલમાં અાગ્રા રસ્તા અને રેલ માર્ગ સાથે જોડાયેલું છે, પરંતુ અાઝાદીના સાત દાયકા બાદ પણ કોમર્શિયલ ઉડાણ સેવાઅો નહીં હોવાથી પર્યટન ઉદ્યોગ પર નકારાત્મક અસર પડી રહી છે.

You might also like