અાંગણવાડીની દુર્દશાઃ ઠેરઠેર ગંદકીના ઢગલા

મ્યુનિસિપલ સત્તાવાળાઓ નાનાં ભૂલકાંઓ માટે નવી નવી આંગણવાડી ખોલતા જાય છે. શહેરમાં એક અંદાજ પ્રમાણે ર૦૪૬ આંગણવાડી છે અને તેનો આશરે ૬૦,૦૦૦ નાનાં ભૂલકાંઓ લાભ લઇ રહ્યાં છે. બીજી તરફ આ આંગણવાડીઓ ગંદકી અને ગેરવ્યવસ્થાનાં ધામ બની રહી છે. હવે જશોદાનગરમાં ચાલતી એક આંગણવાડીની દુર્દશાની વિગતો પ્રકાશમાં આવી છે. આ આંગણવાડીની બહાર છેલ્લા એક મહિનાથી કચરાના ઢગલા જામ્યા હોવા છતાં તંત્ર બેદરકારી દાખવી રહ્યું છે. સ્થાનિક કોર્પોરેટર અતુલ પટેલ દ્વારા મ્યુનિસિપલ અધિકારીઓ સમક્ષ રજૂઅાત છતાં સ્થિતિ ઠેરની ઠેર છે.

You might also like