મોક્ષ નગરી કાશીમાં અંતિમ સંસ્કાર માટે આધાર ફરજીયાત….

મોક્ષદાયક કાશીના વિશે માન્યતા છે કે અહિ મૃત્યુ પામનારને સીધો સ્વર્ગમાં વાસ મળે છે. એટલા માટે જ લોકો દુર દુર થી અહીં અંતિમ સંસ્કાર માટે આવે છે. આ દરમ્યાન અહિ હવે અંતિમ સંસ્કાર માટે પ્રશાસન દ્વારા આધાર કાર્ડ ફરજીયાત કરી દેવામાં આવ્યુ છે.

અહીંના મણિકર્ણિકા તેમજ હરિશ્ચંદ્ર ઘાટ પર અંતિમ સંસ્કાર માટે આધારકાર્ડને ફરજીત કરવામાં આવ્યુ છે. કાશીમાં આ વ્યવસ્થા એનડીઆરએફના સહયોગથી શરૂ કરી છે. શબ વાહિનીની સુવિધા તેને જ મળશે, જેની પાસે મૃતકનું ઓળકપત્ર હાજર હશે.

PM મોદીએ બનારસમાં મણિકર્ણિકા ઘાટ ના વિકાસ તેમજ તેની સુવિધાને લઈ ઈચ્છા દર્શાવી હતી. જેને લઈ ગુજરાતની સામાજિક સંસ્થા સુધાંશુ મહેતા ફાઉન્ડેશને પહેલુ શબ વાહિની સ્ટીમર 28 માર્ચ 2015 ના દિવસે ઉપલબ્ધ કરાયુ હતુ. ફાઉન્ડેશન તરફથી વર્તમાનમાં ગંગામાં ચાર શબ વાહિની સ્ટીમરની સુવિધા આપવામાં આવી છે.

બનારસમાં આસ-પાસના વિસ્તારોમાંથી પણ લોકો શબ લઈને અંતિમ સંસ્કાર માટે આવે છે. ફાઉન્ડેશને જાણ્યુ કે કેટલાક લોકો હત્યા, દહેજ હત્યા વગેરેમાં થયેલા મૃત્યુના મામલામાં શબ લઈને બનારસ આવીને અંતિમ સંસ્કાર કરતા હોય છે.

આવા જ એક મામલે શબ વાહિની ના સંચાલકોએ જ્યારે મૃતકના સાથે આવેલા લોકો પાસેથી શબના સંબંધિત જાણકારીઓ માંગવાનું શરૂ કર્યુ ત્યારે તે લોકોએ હોબાળો કરી મુક્યો હતો. જેના કારણે આ નવી વ્યવસ્થા શરૂ કરી છે. જણાવી દઈએ કે હરિયાણાના ફરીદાબાદમાં અંતિમ સંસ્કાર માટે આધાર કાર્ડ ફરજીયાત થઈ ચુક્યુ છે.

You might also like