આધાર હવે વધુુ સુર‌િક્ષત બનશેઃ સુરક્ષાને લઈ મોટો ફેરફાર કરાશે

નવી દિલ્હી: ભારતીય વિશિષ્ટ ઓળખ પ્રાધીકરણ (યુઆઇડીએઆઇ) ટૂંક સમયમાં હવે આધાર નોમિનેશન અને અપડેશન ફોર્મને લઇ મોટો ફેરફાર કરવા જઇ રહ્યું છે. આધારમાં થનારા આ બદલાવ હેઠળ બેેન્કો, પોસ્ટ ઓફિસ અને સરકારી કાર્યાલયોના સત્તાવાર કર્મચારીઓને આ અરજી પર બાયોમેટ્રિક સાઇન કરવી પડશે.

આ પ્રક્રિયા હેઠળ સુરક્ષાને લગતી ચિંતા દૂર કરવાનો પ્રયાસ થઇ રહ્યો છે અને આધારને હવે વધુ સુર‌િક્ષત બનાવાશે. બાયોમેટ્રિક સાઇન હોવાથી સંબંધિત અધિકારી આધાર નોમિનેશન અને અપડેેશન ફોર્મની ચકાસણી કરી શકશે.

આવું એટલા માટે કરવામાં આવી રહ્યું છે કે જેેથી હવે આધાર માટેની અરજી આ સ્થળોએથી પણ કરી શકાશે. આધાર જારી કરનાર સંસ્થા યુઆઇડીઆઇએના સીઇઓ અજય ભૂષણ પાંડેએ જણાવ્યું હતું કે આ પગલાંનો હેતુ બાયોમેટ્રિક અને અન્ય માહિતીઓના કલેકશનને લઇ સુરક્ષા ‌ચિંતાને દૂર કરવાનો છે. આ અગાઉ યુુઆઇડીઆઇએ રાજ્યને ખાનગી એજન્સીઓ દ્વારા નોમિનેશનને સરકારી કે નગરપાલિકાના સંકુલમાં ખસેડવા જણાવ્યું હતું એટલું જ નહીં, યુઆઇડીઆઇએ જાહેર ક્ષેત્રની બેન્કોની સાથે-સાથે ખાનગી બેન્કોની ૧૦ શાખાઓમાંથી ઓછામાં ઓછી એક શાખામાં આધાર નોમિનેશન સેવા શરૂ કરવા જણાવ્યું હતું.

You might also like