દેશના ૧૧૧ કરોડ લોકોનાં આધાર કાર્ડ બની ગયાં

નવી દિલ્હી: કેન્દ્રીય ઇન્ફર્મેશન અને ટેક્નોલોજી પ્રધાન રવિશંકર પ્રસાદે જણાવ્યું છે કે દેશની ૧૩૦ કરોડની વસતી પૈકી ૧૧૧ કરોડ લોકોના આધાર કાર્ડ બની ગયાં છે. તેમણે જણાવ્યું છે કે તેના કારણે બે વર્ષમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોને રૂ. ૩૬,૧૪૪ કરોડની બચત થઇ છે. આ બચત રાંધણ ગેસ સિલિન્ડર માટે સરકારની ‘પહલ’ યોજના હેઠળ થઇ છે કે જેના અંતર્ગત ગ્રાહકોના બેન્ક ખાતામાં સબસિડીની સીધી રકમ ટ્રાન્સફર કરવામાં આવે છે.

સરકારની ‘પહલ’ યોજના હેઠળ ૨૦૧૪-૧૫માં રૂ. ૧૪,૬૭૨ કરોડ અને ૨૦૧૫-૧૬માં રૂ. ૬,૯૧૨ કરોડની બચત થઇ છે. હવે જ્યારે ૧૧૧ કરોડથી વધુ લોકોના આધાર કાર્ડ બની ગયાં છે તે રાષ્ટ્રીય વિકાસના માળખામાં પ્રત્યેક નાગરિકનો સમાવેશ કરવાની દિશામાં એક મહત્ત્વની સિદ્ધિ છે.

આધાર કાર્ડ માટે ૪૭,૧૯૨ રજિસ્ટ્રેશન કેન્દ્રોમાં ૧૩૫ રજિસ્ટ્રાર અને ૬૧૨ રજિસ્ટ્રેશન એજન્સીઓ કામકરી રહી છે અને દરરોજ સાતથી આઠ લાખ અરજીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે.
http://sambhaavnews.com/

You might also like