હવે આધાર કાર્ડ PF માટે જરૂરી, જમા કરાવવાની છેલ્લી તારીકે 31 માર્ચ

નવી દિલ્લી: ઈપીએફઓએ પોતાના 4 કરોડથી વધુ અંશધારકો માટે આધાર નંબર આપવાની સીમા વધારીને 31 માર્ચ કરી દીધી છે. પીએફઓ સાથે જોડાયેલા ખાતાધારકો અને પેન્શનરો માટે આધાર કાર્ડ જરૂરી બની ગયું છે. ઈપીએપઓએ ખાતાધારકો અને પેન્શનરોને 31 માર્ચ સુધી પોતાનો આધાર નંબર અથવા તેના માટે રજીસ્ટ્રેશનનો પુરાવો જમા કરાવવા આદેશ આપ્યો છે. નવા નોટિફિકેશન હેઠળ જો કોઈ ખાતાધારક પોતાનો આધાર નંબર ન આપી શકે તો તેના ખાતામાં સરકાર પાસેથી મળતી સહાય બંધ થઈ જશે.

જો તમે હજી સુધી પોતાના પીએફ ખાતાને આધાર કાર્ડ સાથે ન જોડ્યું હોય તો 31 માર્ચથી પહેલા એ કરી લે કેમ કે આધાર કાર્ડ જમા કરાવવાની છેલ્લી તારીખ હેવ 28 ફેબ્રૂઆરીથી વધારીને 31 માર્ચ કરવામાં આવી છે. એટલે કે 31 માર્ચ સુધી તમે પોતાના આધાર નંબર ઈપીએફઓમાં આપી દે.

આધારથી જોડાયેલા ડિઝિટલ પ્રમાણપત્ર આપવાની તારીખ પમ વધારીને 31 માર્ચ કરી દેવામાં આવી છે. હકીકતમાં ભવિષ્ય નિધિ સંગઠને ખાતાધારકો અને પેન્શનરો માટે આધાર કાર્ડ અનિવાર્ય બનાવી દેવામાં આવ્યું છે. સંગઠને જાન્યુઆરીમાં તેની યોજનાઓ હેઢળ લાભ ચાલું રાખવા ખાતાધારકો દ્વારા આધાર નંબર આપવો અનિવાર્ય કરી દેવામાં આવ્યું હતું.

 

You might also like