૧પ ઓગસ્ટથી આધાર લિન્ક વિનાના મોબાઈલ બંધ થશે

નવી દિલ્હી: દેશમાં હાલ કરોડો ગ્રાહકો મોબાઈલ સેવા મેળવી રહ્યા છે ત્યારે આવા ગ્રાહકો માટે સાવચેતીરૂપ સમાચાર છે કે જો તેઓ ૧પ ઓગસ્ટ સુધીમાં તેમના આધાર નંબર લિન્ક નહિ કરાવે તો તેમનો ફોન નંબર બંધ થઈ શકે તેમ છે. મોદી સરકારના આદેશ મુજબ ૧પ ઓગસ્ટ સુધીમાં કંપનીઓએ તેમના ગ્રાહકોના આધાર નંબર લિન્ક કરાવી લેવાના રહેશે.
આ અંગે વાઈરલ થયેલા મેસેજમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે મોદી સરકારે બીએસએનએલ, આઈડિયા, એરટેલ અને વોડાફોન તથા અન્ય તમામ મોબાઈલ કંપનીઓને નવો આદેશ જારી કર્યો છે અને તેમાં તમામ ગ્રાહકોને તેમના આધાર નંબર લિન્ક કરાવી લેવા જણાવ્યું છે. જો તેમ કરવામાં નહિ આવે તો ૧પ ઓગસ્ટ બાદ તેમને મળતી મોબાઈલ સેવા બંધ કરી દેવામાં આવશે. આ સાથે જ વાઈરલ થયેલા અન્ય એક મેસેજમાં મોબાઈલ નંબરને આધાર નંબર સાથે જોડવાની અંતિમ તા.૩૧ ઓગસ્ટ, 2017 જણાવાઈ રહી છે.

આ ઉપરાંત વાઇરલ થયેલા મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે અમે ટેલિકોમ મંત્રાલયના ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશનની સત્તાવાર સાઈટ પર તેને લગતા જાહેરનામાને સર્ચ કર્યું હતું અને આ જ વિભાગ દેશમાં મોબાઈલ સેવા પૂરી પાડતી કંપનીઓ માટે નિયમ બનાવે છે અને અમલ કરાવડાવે છે.
http://sambhaavnews.com/

You might also like