હવે દારૂ ખરીદવા માટે પણ આધારકાર્ડ ફરજિયાત

હૈદરાબાદઃ હવે કેન્દ્ર સરકાર એક પછી એક એમ દરેક પ્રકારની વસ્તુઓને આધારકાર્ડ સાથે જોડી રહી છે. માટે જો હવે તમારે હૈદરાબાદમાં દારૂ ખરીદવો હશે તો એનાં માટે પણ
આધારકાર્ડ હવે ફરજિયાત દેખાડવું પડશે. તેલંગાના રાજ્યનાં એક્સાઇઝ ડિપાર્ટમેન્ટનાં પબમાં દારૂ ખરીદવા માટે આધારકાર્ડ અથવા અન્ય કોઇ તમારૂ ઓળખપત્ર હોય તો તે દેખાડવું આપના માટે ફરજિયાત કરી દેવાયું છે. હમણાં જ થોડાંક દિવસો પહેલાં એક કિશોરી દ્વારા અન્ય એક કિશોરીની કરવામાં આવેલ હત્યા બાદ આ નિર્ણય લેવાયો છે.

આ સમગ્ર ઘટના બાદ હવે પબમાં કિશોરો માટે દારૂ આપવા પર પણ પ્રતિબંધ લગાવી દેવાયો છે અને આ નિર્ણયને લઇ શહેરનાં દરેક પબમાં આ અંગે સૂચના પણ આપી દેવાઇ છે કે 21 વર્ષથી નાની ઉંમરનાં છોકરા-છોકરીઓને અંદર પણ આવવા ના દેવાય.

માહિતી ટેકનોલોજી મંત્રી રવિશંકરે પણ હમણાં થોડોક સમય પહેલાં કહ્યું હતું કે તેઓ ડ્રાઇવિંગ લાયસન્સને પણ આધારકાર્ડ સાથે લિંક કરવાનો વિચાર કરી રહ્યાં છે. આ મામલે તેઓએ પરિવહન મંત્રી નિતિન ગડકરી સાથે પણ વાત કરી છે. આ સિવાય પાનકાર્ડને પણ આધારકાર્ડ સાથે લિંક કરવું ફરજિયાત કરી દેવાયું છે.

You might also like