આધાર કાર્ડ આતંકવાદી ગતિવિધિ અટકાવવાની પ્રભાવી રીત : સુપ્રીમ

728_90

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે પાનકાર્ડ બનાવવા અને આવકવેરા રિટર્ન ભરવામાં આધારને ફરજીયાત કરવા અંગે આવક વેરા વિભાગની નવી કલમ 139ની સંવૈધાનિક યોગ્યતા અનુસાર પડકાર ફેંકનારી અરજીઓ પર આજે નિર્ણય સુરક્ષીત રાખી લીધો હતો. અરજીકર્તાઓ – ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીનાં વરિષ્ઠ નેતા વિનય વિશ્વમ, દલિત અધિકાર કાર્યકર્તા બેજવાડા વિલ્સન અને સેવાનિવૃત અધિકારી એસ.જી વોમ્બટકેરેની તરફથી વરિષ્ઠ અધિવક્તા શ્યામ દીવાને, જ્યારે કેન્દ્રની તરફથી એટર્ની જનરલ મુકુલ રોહતગી તથા વરિષ્ઠ અધિવક્તા અધ્યય સેનગુપ્તાની તરફથી લડ્યા હતા.

રોહતગીએ પોતાની દલીલમાં કહ્યું કે પાનકાર્ડ નકલી પણ હોઇ શખે છે. પરંતુ આધાર સંપુર્ણ સુરક્ષીત નથી. અત્યાર સુધી લગભગ 10 લાખ પેન રદ્દ કરવામાં આવી ચુકી છે, જ્યારે અત્યાર સુધી ચાલી રહેલા એક અબજ 13 કરોડ 70 લાખ આધાર કાર્ડની નકલનો એક પણ કિસ્સો કેન્દ્ર પાસે આવ્યો નથી. તેમણે દલીલ કરી કે આધાર કાર્ડ આતંકવાદી ગતિવિધિઓ માટે નાણા આપવાની સમસ્યા અને કાળા નાણાનાં પ્રચલન પર અંકુશ લગાવવાનું પ્રભાવી પદ્ધતી છે.

કેન્દ્રી સરકારે પીઠે કહ્યું કે આધાર ડેટા સંપુર્ણ સુરક્ષીત છે કારણ કે તેને ભારતીય વિશિષ્ઠ ઓળખ પ્રાધિકરણએ આવકવેરા વિભાગ અધિનિયમના હેઠળ જોખમ પુર્ણ ઢાંચાગત્ત સંરચનાઓની શ્રેણીમાં મુકી છે. કેન્દ્ર જો કે સ્વિકાર્યું કે કોઇ પણ ટેક્નીકે 100 ટકા પુર્ણ રીતે સુરક્ષીત હોય છે. રોહતગીએ તેમ પણ કહ્યું હતું કે આધાર કાર્ડ ઐચ્છિક નથી પરંતુ અનિવાર્ય છે, જે ના કારણે લોકો પરાણે આધારકાર્ડ નથી બનાવી રહી, તે એક પ્રકારે ગુનો કરી રહી છે.

You might also like
728_90