ચોરી થયો આધાર નંબર તો નિરાધાર થઇ જશો તમે, જોખમમાં મૂકાશે તમારા રૂપિયા

નવી દિલ્હી: ગત સપ્તાહે એક્સિસ બેંકમાંથી તમારા બાયોમેટ્રિક ડેટા ચોરી થયા હોવાના સમાચાર મળ્યા હતા. આધાર બનાવનારી સરકારી એજન્સી UIDAIએ એના કારણે એક્સિસ બેંક ખાતાઓમાંથી આધાર આધારિત ટ્રાન્ઝેક્શનને બંધ કરી દીધું છે.

તમારો આધાર નંબર ધીરે ધીરે તમારા અને સરકાર વચ્ચે નાણાંકીય લિંક બનાવી રહ્યો છે. આ નંબર દ્વારા આવનારા દિવસોમાં સરકાર નાણાંકીય અને અન્ય સબ્સિડીનો લાભ સીધો તમારા બેંક અકાઉન્ટમાં નાખી દેશે. એની સાથે જ સરકાર દ્વારા ચલાવવામાં આવેલી સ્કીમોનો ફાયદો તમારા આધાર નંબરથી જોડાયેલા બેંક અકાઉન્ટમાં પહોંચાડી દેશે. એની સાથે જ બજારમાં ઘણા પ્રકારની સેવાઓને લેવા માટે આધાર જરૂરી થઇ જશે.

તમારો આધાર નંબર અને બેંક અકાઉન્ટ એકબીજા સાથે જોડાયેલા હોવાને કારણે આધાર બનાવનાર સંસ્થા યૂનીક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા માટે એના આંકડાઓને સુરક્ષિત રાખવાનું ખૂબ પડકાર ભર્યું કામ છે. આ આંકડાઓ જો ચોરી થયા અથવા ઓનલાઇન હેકિંગ થયા તો થોડીક જ મિનીટોમાં આધારથી જોડાયેલા હજારો બેંક ખાતાની મોટી રકમને આમથી તેમ થઇ શકે છે.

તમારા બેંક અકાઉન્ટની સુરક્ષાની જવાબદારી તમારી બેંક પર છે. આ જવાબદારી તમારા પર પણ છે. જો કોઇ ઓનલાઇન હેકર્સે બેંકના સર્વર સાથે અથવા UIDAI દ્વારા અકાઉન્ટમાં ચોરી કરી તો જવાબદારી બેંક અથવા UIDAIની રહેશે. આ આંકડા હેકર્સને તમારા દ્વારા પણ મળી શકે છે. એવી પરિસ્થિતિમાં જવાબદારી તમારી રહેશે.

જો તમે તમારી લાપરવાહીથી હેકિંગનો શિકાર બન્યા છો તો તમારા બેંક ખાતામાંથી ગૂમ થયેલા પૈસા પર માત્ર પસ્તાવો જ કરવો પડશે. બેંક અને UIDAIથી કોઇ પણ પ્રકારની ચુકવણીની આશા ઓછી હશે. એટલા માટે ઓનલાઇન બેંકિંગ માત્ર તમે સુપક્ષિત ટર્મિનલો પર કર્યા કરો.

You might also like