પાનકાર્ડ સાથે આધાર લિંક કરવાની મુદ્દતમાં કરાયો વધારો

સેન્ટ્રલ બોર્ડ ઓપ ડાયરેક્ટ ટેક્સ દ્વારા 27મીએ પેન સાથે આધાર લિંક કરવાની અવધિમાં વધારો કરવામાં આવ્યો છે. સૌ પહેલા 31 માર્ચ સુધી પેન સાથે આધાર કાર્ડ લિંક કરવાનું હતું જે હવે 30 જૂન સુધીમાં કરાવી શકાશે.

સુપ્રીમ કોર્ટ આ મહીનની શરૂઆતમાં આદેશ આપ્યો હતો કે અલગ-અલગ સેવાઓમાં આધાર લિંક કરવાની 31 માર્ચ સુધીની અવધિમાં વધારો કરવામાં આવે. સરકાર દ્વારા આધાર અને પેન લિંક કરવાની સમય મર્યાદામાં આ ચોથી વાર વધારો કરવામાં આવ્યો છે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેકસ(સીબીડીટી) આધારને પાનકાર્ડ સાથે લિંક કરવાની ડેડલાઈન લંબાવી દીધી છે. હવે 30 જૂન સુધી પાન કાર્ડને આધાર સાથે લિંક કરી શકાશે.પાનકાર્ડ લિંક કરવાની અંતિમ તારીખ 31 માર્ચ હતી. જોકે ટેકસ ડિપાર્ટમેન્ટની નીતિ નિર્ધારણ સંસ્થા સીબીડીટીએ એક આદેશ જાહેર કર્યો અને આ મામલે ચર્ચા વિચારણા બાદ આઈટી રિટર્ન્સ ફાઈલ કરવા માટે પાન કાર્ડ અને આધાર લિકિંગગની ડેડલાઈન વધારી દીધી છે.

મહત્વનું છે કે 2017 સુધી જેના પાન કાર્ડ બની ચુકયા છે. તેમને આધાર સાથે લિંક કરવા આદેશ અપાયો હતો. જોકે બાદમાં સરકારે ડેડલાઈન 31 ઓગસ્ટ સુધી વધારી હતી.. ત્યા બાદમાં 31 ડિસેમ્બર સુધી વધારાઈ છેલ્લે આ ડેડલાઈન 31 માર્ચ સુધી કરાઈ હતી.

You might also like