ઉજ્જવલા સ્કીમ હેઠળ ફ્રી LPG કનેક્શન લેનાર લોકોને હવે જરૂરી ‘આધાર’

નવી દિલ્હી: હવે આધારકાર્ડ વગર ગરીબ મહિલાઓને ફ્રી એલપીજી કનેક્શન મળશે નહીં. કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ આપવામાં આવનારી ફ્રી એલપીજી કનેક્શન લેવા માટે આધારને જરૂરી બનાવી દીધું છે. ગત વર્ષે ઓક્ટોબરમાં જ કેન્દ્ર સરકારે એલપીજી સબ્લિડી માટે યૂનિક આઇડેન્ટિફિકેશન નંબરને જરૂરી બનાવી દીધું છે. હવે એને વધારીને ફ્રી એલપીજી કનેક્શન સુધી કરી દેવામાં આવ્યું છે. સરકારે ગત વર્ષે જ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાની શરૂઆત કરી હતી. એના હેઠળ દેશની આશરે પાંચ કરોડ મહિલાઓને સ્વચ્છ ઇંધણ તરીકે એલપીજી કનેક્શમન ફ્રી માં આપવાની યોજના છે.

એવી ગરીબ મહિલાઓ જે ઉજ્જવલા યોજના હેઠળ ફ્રી ગેસ મેળવવા ઇચ્છુક છે અને એમની પાસે આધારકાર્ડ નથી. એમણે 31 મે સુધી એના માટે એપ્લાય કરવું પડશે. એક વખત આધાર માટે રજિસ્ટ્રેશન થયા બાદ એ મહિલાઓ ઉજ્જવલા યોજના હેઠળ ફ્રી ગેસ કનેક્શન માટે અરજી કરી શકશે. એના માટે એમણે આધારકાર્ડ માટે રજિસ્ટર્ડ દરમિયાન મળેવી સ્લીપને પોતાના ફોર્મ સાથે લગાવવું જરૂર પડશે.

http://sambhaavnews.com/

You might also like