હવે મોબાઇલ નંબર માટે પણ જરૂરી થશે આધારકાર્ડ

નવી દિલ્હી: તાજેતરમાં જ ઇન્કમ ટેક્સ ફાઇલ કરવા માટે આધારકાર્ડને જરૂરી બનાવવામાં આવ્યું છે. ત્યાર બાદ હવે મોબાઇલ નંબર માટે પણ આધારને ફરજિયાત કરવા માટેની તૈયારી કરવામાં આવી રહી છે. હવે દરેક મોબાઇલ નંબરને આધારકાર્ડ સાથે જોડવું જરૂરી બનશે. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલીકોમએ ટોલીકોમ કંપનીઓને એક નોટીસ મોકલી છે જેમાં એ સુનિશ્વિત કરવાનું કહ્યું છે કે સબ્સક્રાઇબર્સના મોબાઇલ નંબર એમના આધારથી જોડાયેલા હોય. આ પ્રક્રિયાને એક વર્ષની અંદર પૂરી કરવા માટે કહેવામાં આવ્યું છે.

આદેશ પ્રમાણે આ પ્રક્રિયા 6 ફેબ્રુારી 2018 પહેલા પૂરી થવી જોઇએ, એટલે કે ત્યારબાદ શક્ય છે કે જે મોબાઇલ યૂઝરે આધાર કાર્ડ આપીને વેરિફીકેશન નથી કરાવ્યું એમની સર્વિસ બંધ કરી દેવામાં આવશે.

દરેક ટેલિકોમ કંપનીઓ હાલના દરેક કસ્ટમર્સનું વેરિફિકેશન ફરીથી કરશે. એમાં પ્રીપેડ અને પોસ્ટપેડ યૂઝર્સનો સમાવેશ થાય છે. એમનું વેરિફિકેશન આધાર કાર્ડ આધારિત E KYC પ્રોસેસરથી કરવામાં આવશે. મંત્રાલયે દરેક કંપનીઓને જાહેરાત દ્વારા કસ્ટમર્સને એ જણાવવા કહ્યું છે કે આદેશ પ્રમાણે એમનું એક વખત ફરીથી વેરિફિકેશન કરવામાં આવશે. આ ઉપરાંત એવો પણ આદેશ આપવામાં આવ્યો છે કે કંપનીઓ તમામ જાણકારીઓ મેસેજ અને વેબસાઇટ દ્વારા દરેક કસ્ટમર્સ સુધી પહોંચાડે.

sms દ્વારા થશે સિમ કાર્ડ્સ વેરિફિકેશન. ટેલીકોમ કંપની પોતાના કસ્ટમર્સને એમના નંબર પર વેરિફિકેશન કોડ મોકલશે. E KYC પ્રોસેસ પહેલા ટેલિકોમ ઓપરેટર આ મોકલેલા કોડ દ્વારા સુનિશ્વિત કરશે કે એ સિમકાર્ડ હોલ્ડર ઉપલબ્ધ છે કે નહીં. આ પ્રોસેસ બાદ ટેલીકોમ કંપનીઓ E KYC પ્રોસેસ શરૂ કરશે.

હાલમાં મળતી માહિતી અનુસાર ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમએ સુપ્રીમ કોર્ટને કહ્યું છે કે દેશના 90 ટકા પ્રીપેડ સિમ ગ્રાહકોએ રિચાર્જ કરાવવા માટે ઓળખપત્ર આપવું પડશે. નોંધનીય છે કે ભારતમાં લગભગ 90 ટકા મોબાઇલ યૂઝર્સની પાસે પ્રીપેડ સિમ છે. જ્યારે માત્ર 10 ટકા લોકો જ પોસ્ટપેડ સિમનો ઉપયોગ કરે છે.

http://sambhaavnews.com/

You might also like