ઓક્સફોર્ડ ડિક્ષનરીએ 2017નાં હિંદી શબ્દ તરીકે “આધાર”ને કર્યો પસંદ

ઓક્સફર્ડ ડિક્ષનરીએ અંગ્રેજી શબ્દની જેમ પ્રથમ વાર “વર્ષનાં હિંદી શબ્દ”ની જાહેરાત કરી છે. જેમાં આધારને વર્ષ 2017નાં હિંદી શબ્દ તરીકેની પસંદગી કરવામાં આવી છે. આધારકાર્ડને લઇ આ શબ્દને ઘણી લોકપ્રિયતા મળી છે.

આ શબ્દ ગયા વર્ષે વધારે ચર્ચામાં રહ્યો હતો. એવું માનવામાં આવી રહ્યું છે કે 2018માં પણ આધાર ચર્ચાસ્પદ બની રહેશે. જયપુર લિટરેચલ ફેસ્ટિવલ દરમ્યાન ઓક્સફોર્ડ યુનિવર્સિટી પ્રેસ તરફથી રજૂ કરવામાં આવેલ એક પ્રકાશનમાં આ અંગે જાણકારી આપવામાં આવી છે.

આધારની સાથે નોટબંધી, સ્વચ્છ, વિકાસ, યોગ અને બાહુબલી જેવાં શબ્દો પર પણ વિચાર કરવામાં આવ્યો. ઓક્સફોર્ડ તરફથી કહેવામાં આવ્યું કે “વર્ષનો હિંદી શબ્દ” એક એવી અભિવ્યક્તિ છે કે જેને સૌથી વધારે ધ્યાન આકૃષ્ટ કર્યું હોય તથા જે પાછલા વર્ષની પ્રકૃતિ, ભાવ તથા મનોદશાનું સમગ્ર રૂપથી ચિત્રણ કરતું હોય.

હિંદી ભાષામાં આધાર મોલિક રૂપથી સ્થાપિત શબ્દ છે. જો કે આધાર કાર્ડ અથવા વિશિષ્ટ ઓળખ સંખ્યાનાં રૂપમાં આને એક નવો જ સંદર્ભ ગ્રહણ કર્યો. આ નવા સંદર્ભમાં આ શબ્દ ગયા વર્ષે રાષ્ટ્રીય પરિચર્ચાનાં કેન્દ્રમાં આવી ગયો કે જ્યારે આધાર યોજનાનાં વિસ્તારનાં પરિણામસ્વરૂપ બેંક ખાતાઓ તથા ફોન નંબરોને આની સાથે જોડવામાં આવ્યાં.

ઓક્સફોર્ડ યુનિવર્સિટી પ્રેસ ઇન્ડીયાનાં પ્રબંધ નિર્દેશક શિવરામાકૃષ્ણન વી કેનાં જણાવ્યા અનુસાર,”અમે અત્યંત આનંદથી પ્રથમ ઓક્સફોર્ડ ડિક્ષનરીનાં વર્ષનાં હિંદી શબ્દની જાહેરાત કરી રહ્યાં છીએ.”

You might also like