ઇન્ટરનેટ પર પોર્નથી પણ વધારે સર્ચ થાય છે Aadhar Card, સર્વેમાં થયો ખુલાસો

એનાલિટિક્સ કંપની અલેક્સાનાં એક સર્વેમાં ચોંકાવનારો એક મોટો ખુલાસો સામે આવ્યો છે. આ ખુલાસામાં એવું સામે આવ્યું કે ભારતીય લોકો પોર્ન વીડિયોથી વધારે આધાર કાર્ડને વિશે વધારે સર્ચ કરી રહ્યાં છે. આધારને બેંક અને સિમ સાથે લિંક કરાવવા માટે ભારતીય લોકો ઇન્ટરનેટ પર સૌથી વધારે UIDAI સર્ચ કરી રહ્યાં છે.

ભારતીય લોકો ઇન્ટરનેટ પર સૌથી વધારે આધાર સાથે જોડાયેલાં સવાલો પૂછે છે કે જેનાં કારણે દુનિયાભરમાં પ્રસિદ્ધ પોર્ન વીડિયોની ઇન્ડસ્ટ્રી પણ હવે પાછળ છૂટતી જઇ રહી છે. સર્વેમાં એવું પણ સામે આવ્યું છે કે હમણાંનાં કેટલાંક મહિનાઓમાં ભારતીયોએ પોર્નથી વધારે આધારને સર્ચ કરેલ છે.

અલેક્સાનાં રિપોર્ટથી એવું માલૂમ પડ્યું છે કે ભારતની ટોપ વેબસાઇટ્સમાં 14માં નંબર પર UIDAI છે. જ્યારે પોર્ન સાઇટ XVIDEOS 15માં નંબર પર છે. યાદીમાં 13માં નંબર પર ઇન્સ્ટાગ્રામ છે. ત્યાં બીજી બાજુ Googleને ટોપ 3માં સ્થાન મળ્યું છે.

You might also like